Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરવિશ્વમાં જે રેર છે તેની ખિજડીયામાં મહેર છે....

વિશ્વમાં જે રેર છે તેની ખિજડીયામાં મહેર છે….

- Advertisement -

જામનગર-રાજકોટ રોડ પર જામનગરથી 12 કિ.મી. દૂર આવેલું ખીજડિયા પક્ષી અભ્યારણ્ય દેશ-વિદેશના પક્ષીઓ માટેનું સ્વર્ગ છે. વર્ષ દરમિયાન અહીં 300 થી વધુ પ્રકારના પક્ષીઓ આવાગમન અને માળાઓ કરે છે. ખાસ કરીને કાળી ડોક ઢોંક (બ્લેક નેક સ્ટોક) પક્ષી વિશ્ર્વમાં અતિ દુર્લભ છે. ત્યારે આ દુલર્ભ પક્ષીની ખિજડીયામાં મહેર છે… છ ચોરસ કિ.મી.માં પથરાયેલ અને બે વિભાગમાં વહેંચાયેલ આ પક્ષી અભ્યારણ્યમાં છેલ્લાં ત્રણેક દાયકા થયા આ પક્ષીએ કાયમી વસવાટ શરૂ કરેલો વરસો વરસ તેની સંખ્યામાં ધીમી ગતિથી વધારો થતો રહ્યો છે. આ વર્ષે બંને પાર્ટમાં થઈને 6 જેટલા માળા છે. તો પક્ષી અભ્યારણ્યની હદ બહારમાં સિમાડાઓમાં પણ પાંચ થી છ માળા હોવાનું ખીજડિયા પક્ષી અભ્યારણ્યના આર.એફ.ઓ. દક્ષાબેન વઘાસિયા જણાવી રહ્યા છે અને 15 ઓકટોબર થી દરેક પ્રજા માટે ખુલ્લી રહેલ અભ્યારણ્યમાં પક્ષી દર્શન માટે આવનાર લોકોને આ પક્ષીો સહિત અનેક પ્રજાતિના દેશ-વિદેશના પક્ષીઓ પણ નિહાળવા મળશે. તેમજ મેઈન ગેઈટ પાસે નાનો એવો ચિલ્ડ્રન પાર્ક અને વન સહિતની અનેક સુવિધાઓ પણ મળી રહેશે. છેલ્લાં બે વર્ષમાં આ પક્ષી અભ્યારણ્યમાં વિવિધ પક્ષીઓને ખોરાક અને રહેઠાણની ઉપલબ્ધી માટે વડ, પીપળ, ઉમરો, દેશી બાવળ જેવી વૃક્ષોની અનેક જાતના 3000 જેટલા વૃક્ષોનું વાવેતર કરી પક્ષી અભ્યારણ્યને વધુ સમૃધ્ધ બનાવવાના પ્રયાસો કરવામાં આવેલ છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular