Thursday, March 28, 2024
Homeરાષ્ટ્રીયઇન્ટરનેટ પર લોકો શું જુએ છે? યોગી સરકાર તેના પર વોચ રાખશે

ઇન્ટરનેટ પર લોકો શું જુએ છે? યોગી સરકાર તેના પર વોચ રાખશે

- Advertisement -

ઉત્તર પ્રદેશમાં ઈન્ટરનેટ પર અશ્લીલતા જોનારા પર હવે 1090ની એક ટીમ નજર રાખશે. આમ કરનારાઓને હવે સચેત કરવામાં આવશે. આ સાથે મહિલાઓ સુધી પહોંચવા માટે 1090 સમયાંતરે જાગરૂકતા સંદેશ અને સોશિયલ મીડિયા પર દરેક પ્લેટફોર્મના માધ્યમથી સંદેશાઓ મોકલશે.

- Advertisement -

એક પત્રકાર પરિષદમાં એડીજી નીરા રાવતે કહ્યું કે ઈન્ટરનેટના વધતા ઉપયોગને જોતા 1090 એ પણ લોકો સુધી પહોંચવા માટે આ જ માધ્યમનો ઉપયોગ કર્યો. ઉત્તર પ્રદેશમાં ડિજિટલ ચક્રવ્યૂહ (મહિલા સુરક્ષા માટે 360 ડિગ્રી ઈકોસિસ્ટમ) માટે એક ડિજિટલ આઉટરીચ રોડમેપ તૈયાર કર્યો.

એડીજી નીરા રાવતે કહ્યું કે ઈન્ટરનેટના એનાલિટિક્સને સ્ટડી કરવા માટે એક ખાનગી કંપનીને કોન્ટ્રાકટ પર રાખવામાં આવી છે. તેઓ ડેટાના માધ્યમથી ઈન્ટરનેટ પર શું સર્ચ થઈ રહ્યું છે તેના પર નજર રાખશે. જો કોઈ વ્યક્તિ ઈન્ટરનેટ પર અશ્લીલતા જોતી હશે તો તેના સંકેત એનાલિટિક્સ ટીમને મળી જશે. ટીમ તે અંગે 1090ની ટીમને જણાવશે. 1090ની ટીમ તે વ્યક્તિને આવી સામગ્રીથી સચેત રહેવા માટે જાગરૂકતાના મેસેજ મોકલશે. આમ કરવાથી અપરાધની શરૂઆત ઉપર જ રોક લગાવવામાં આવશે.

- Advertisement -

એડીજી નીરા રાવતે જણાવ્યું કે આ સમગ્ર યોજનાનું નામ હમારી સુરક્ષા આપવામાં આવ્યું છે. આ યોજના હેઠળ પ્રદેશના તમામ ઈન્ટરનેટ યૂઝર સુધી પહોંચવાનો ટાર્ગેટ રાખવામાં આવ્યો છે. આ યોજનાને તબક્કાવાર રીતે સમગ્ર પ્રદેશમાં લાગુ કરાશે. આવનારા સમયમાં 1090 સોશિયલ મીડિયાના દરેક પ્લેટફોર્મ પર હાજર રહેશે અને અલગ અલગ સોશિયલ મીડિયા યૂઝર્સ સુધી તેની પહોંચ વધશે. સોશિયલ મીડિયા પર પ્રસારિત થતા મેસેજ અને સંદેશા પણ તૈયાર કરવામાં આવ્યા છે.

ઈન્ટરનેટનો ઉપયોગ જોવા જઈએ તો યુપીમાં અત્યારે 11.60 કરોડ જેટલા ઈન્ટરનેટ યૂઝર્સ છે. જેમાં 16 વર્ષથી 64 વર્ષની ઉંમરના 67 ટકા યૂઝર્સ છે. ગ્રામીણ વિસ્તારના યૂઝર્સની વાત કરીએ તો 69 ટકા ગ્રામીણો ઈન્ટરનેટ વાપરે છે. એક દિવસમાં સરેરાશ 6 કલાક ઈન્ટરનેટનો ઉપયોગ થતો હોય છે

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular