Saturday, July 27, 2024
Homeરાજ્ય6 મનપા પૈકી સૌથી વધુ મતદાન રાજકોટમાં , જામનગર બીજા ક્રમે

6 મનપા પૈકી સૌથી વધુ મતદાન રાજકોટમાં , જામનગર બીજા ક્રમે

અમદાવાદમાં સૌથી ઓછુ 3.44% મતદાન

- Advertisement -

મહાનગર પાલિકાની ચુંટણીઓને લઇને આજે સવારથી જ મતદાન શરુ થઇ ગયું છે. ગુજરાતની 6 મનપા અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા, જામનગર અને ભાવનગરમાં સવારના 7 વાગ્યાથી મતદાન થયું છે. જે પૈકી સૌથી વધુ મતદાન રાજકોટમાં થયું છે. જયારે સુધી ઓછુ મતદાન અમદાવાદમાં થયું છે. રાજકોટ બાદ જામનગરમાં 4.92% મતદાન થયું છે. જે 6 મનપા પૈકી બીજા ક્રમે છે.

- Advertisement -

 ભારતીય જનતા પાર્ટી દ્વારા ગુજરાતની છ મહાનગરપાલિકાની 576 બેઠકો ઉપર ઉમેદવારોને ચૂંટણી લડાવી રહ્યું છે. ગુજરાતની છ એ છ મહાનગર પાલિકાની તમામે તમામ બેઠક ઉપર એક માત્ર ભારતીય જનતા પાર્ટી જ ચૂંટણી લડી રહ્યું છે. કોંગ્રેસ માત્ર વડોદરા મહાનગરપાલિકાની તમામે તમામ 76 બેઠક ઉપર ચૂંટણી લડી રહ્યું છે. કોંગ્રેસે છ મહાનગરપાલિકાની 576 બેઠકની સામે 564 ઉમેદવારોને જ મેદાને ઉતાર્યા છે.

ગુજરાતની 6 મનપા પૈકી 7 થી 10:30 વાગ્યા સુધી સૌથી વધુ મતદાન રાજકોટમાં થયું છે. રાજકોટમાં સૌથી વધુ 5.93% મતદાન થયું છે. ત્યારબાદ જામનગર 4.92% સાથે બીજા ક્રમે છે. અત્યાર સુધી સૌથી ઓછુ મતદાન અમદાવાદમાં થયું છે. અમદાવાદમાં 3.44% મતદાન થયું છે.

મતક્ષેત્રકુલ વોડૅનોંધાયેલ વોડૅપુરુષ મતદારસ્ત્રી મતદારકુલ મતદારપુરુષ મતદાનસ્ત્રી મતદાનકુલ મતદાનકુલ મતદાન (7 થી 10:30)
રાજકોટ181856700152699010939914409920799648985.93
જામનગર1616250269238727488996162717799240704.92
ભાવનગર1313270677254237524914157838468242514.62
સુરત3030181706414710953288159106468449831514514.61
વડોદરા191974179470628614480804097424456654304.52
અમદાવાદ4848241448322101094624592110940480801590203.44
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular