મેયર બીનાબેન કોઠારી દ્વારા સ્વામિ વિવેકાનંદ ગાર્ડનની મુલાકાત લઇ ગાર્ડનની જાળવણી સહિતના મુદ્ે ગાર્ડન શાખાના કર્મચારીઓને જરૂરી સૂચના આપી હતી.
સાત રસ્તા સર્કલ પાસે આવેલ જામનગર મહાનગરપાલિકા સંચાલિત સ્વામિ વિવેકાનંદ ગાર્ડનની મેયર બીનાબેન કોઠારી દ્વારા સિવિલ / ગાર્ડન શાખાના અધિકારીઓ સાથે લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે ગાર્ડનની સાફ-સફાઇ, પીયત સહિતની કામગીરીનું નિરીક્ષણ કર્યુ હતું. ઉલ્લેખનીય છે કે, સાંજના સમયે સ્વામિ વિવેકાનંદ ગાર્ડન ખાતે શહેરીજનો આવતા હોય આથી ગાર્ડનની વ્યવસ્થિત જાળવણી કરી ઘાસ અને વૃક્ષોને પાણી પીવડાવવા સહિતના મુદ્દાઓ અંગે ગાર્ડન શાખાના કર્મચારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી.