Saturday, July 27, 2024
Homeરાજ્યજામનગરવિશ્વ્ હિન્દુ પરિષદ રામેશ્વર પ્રખંડ દ્વારા અખંડ ભારત દિવસે ભારતમાતા પૂજન કરાયું

વિશ્વ્ હિન્દુ પરિષદ રામેશ્વર પ્રખંડ દ્વારા અખંડ ભારત દિવસે ભારતમાતા પૂજન કરાયું

- Advertisement -

સમગ્ર વિશ્વમાં  વસતા તમામ હિન્દુ પરિવારની ચિંતા કરતું સંગઠન એટલે વિશ્ર્વ હિન્દુ પરિષદ જેના દ્વારા તા. 14 ઓગસ્ટને અખંડ ભારત દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ત્યારે વિશ્ર્વ હિન્દુ પરીષદના રામેશ્ર્વર પ્રખંડ દ્વારા અખંડ ભારત દિવસ નિમિત્તે ભારત માતાના પૂજનનું આયોજન કરવામાં આવ્યું છે.

- Advertisement -

સંઘ પરિવાર અને સંઘની પાંખો તા. 14 ઓગસ્ટને અખંડ ભારત સંકલ્પ દિવસ તરીકે મનાવે છે. ભારતથી અલગ થનારા બંને દેશોને ફરી ભારતની સાથે જોડવાના સ્વપ્ન સાથે અખંડ ભારતનું નિર્માણ કરવાના સંકલ્પ સાથે વિશ્ર્વ હિન્દુ પરિષદ બજરંગદળ દ્વારા દર 14 ઓગસ્ટને અખંડ ભારત દિવસ તરીકે ઉજવવામાં આવે છે.

આ તકે વિશ્ર્વ હિન્દુ પરિષદ બજરંગદળના રામેશ્ર્વર પ્રખંડ દ્વારા ભારત માતાના પૂજનનું આયોજન પટેલ કોલોની 6માં આવેલા જડેશ્ર્વર મહાદેવ મંદિરે કરવામાં આવ્યું હતું. આ તકે વીએચપીના હોદ્ેદારો અને કાર્યકર્તાઓએ ભારત માતાનું પૂજન કરીને ઉપસ્થિત સર્વે ભાઇઓ-બહેનોને જામનગર વિભાગ સહમંત્રી ધર્મેશ ગોંડલીયા દ્વારા અખંડ ભારત દિવસનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું. ત્યારબાદ સર્વેએ સાથે મળીને રાષ્ટ્રગાન કર્યું હતું. આ તકે વિશ્ર્વ હિન્દુ પરિષદના જામનગર વિભાગના સહમંત્રી ધર્મેશભાઇ ગોંડલીયા, સૌરાષ્ટ્ર પ્રાંત માતૃશક્તિ સહસંયોજિકા હિનાબેન અગ્રાવત, જામનગર જિલ્લાના મહામંત્રી હેમતસિંહ જાડેજા, દુર્ગાવાહિની જામનગર જિલ્લા સંયોજિકા કૃપાબેન લાલ, બજરંગદળ જામનગર સહસંયોજક જીલભાઇ બારાઇ તેમજ રામેશ્ર્વર પ્રખંડના કાર્યકતાઓ ઉપસ્થિત રહ્યા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular