Sunday, October 6, 2024
Homeરાષ્ટ્રીયવર્ચ્યુઅલ સમુહલગ્નો નો પણ સરકારની ‘સાતફેરા’ યોજનામાં સમાવેશ

વર્ચ્યુઅલ સમુહલગ્નો નો પણ સરકારની ‘સાતફેરા’ યોજનામાં સમાવેશ

- Advertisement -

જામનગર સહિત રાજયભરમાં કોરોના ગાઇડલાઇનના કારણે વિવિધ સંસ્થાઓ અને મંડળો દ્વારા યોજવામાં આવતાં સમૂહ લગ્નોના સમારોહ પર પ્રતિબંધ છે. જેના કારણે રાજયભરમાં હજારો ક્ધયાઓના લગ્નો અટકી પડયા છે. આ મુદ્દો ધ્યાનમાં રાખી સરકારે પોતાની ‘સાતફેરા’ યોજનામાં થોડો સુધારો કર્યો છે અને ક્ધયાઓને રાહત આપી છે.
સરકાર દ્વારા એટલે કે રાજયના સામાજીક ન્યાય અને સશકિતકરણ વિભાગ દ્વારા તાજેતરમાં એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે, કોઇ પણ સંસ્થા દ્વારા વર્ચ્યુઅલ સમુહલગ્ન નું આયોજન થશે તો તે સમારોહમાં ભાગ લેનારી પ્રત્યેક ક્ધયાને સરકારની ‘સાતફેરા’ યોજનાનો લાભ મળશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, સરકારની ‘સાતફેરા’ યોજનામાં આર્થિક પછાત અથવા સામાજીક અને આર્થિક પછાત અને અનુસૂચિત જાતિની પ્રત્યેક ક્ધયાને રૂા.12000ની વ્યકિતગત્ આર્થિક સહાય આપવામાં આવે છે. હાલમાં કોરોના ગાઇડલાઇનને કારણે સમૂહલગ્નો ન યોજાતા હોય હજારો ક્ધયાઓ આ સહાયથી વંચિત છે.
આગામી 28મી ફેબ્રુઆરીએ સુરત ખાતે પટેલ સેવા સમાજ દ્વારા આ પ્રકારના એક વર્ચ્યુઅલ સમૂહલગ્ન સમારોહનું આયોજન થયું હોવાનું જાણવા મળે છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular