Saturday, September 14, 2024
Homeસ્પોર્ટ્સ13 મહિના પછી, પ્રથમ વખત ભારતમાં ઘરઆંગણે યોજાશે ક્રિકેટમહોત્સવ

13 મહિના પછી, પ્રથમ વખત ભારતમાં ઘરઆંગણે યોજાશે ક્રિકેટમહોત્સવ

- Advertisement -

હાલમાં ક્રિકેટરસિકોને સતાવતો મુખ્ય પ્રશ્ર્ન એ છે કે આગામી આઈપીએલ સિઝનમાં તમામ મેચો ક્યાં રમાશે? સારા સમાચાર એ છે કે આઈપીએલ 2021 દેશમાં જ રમાશે. IPLના ગર્વિંનગ કાઉન્સિલના સભ્ય અરુણસિંહ ધૂમલે જણાવ્યું હતું કે IPLની બેકઅપ પ્લેસ માટે કોઈ વિચારણા નથી અને બોર્ડને પૂરો ભરોસો છે કે આઈપીએલ દેશમાં જ રમાડી શકાશે. નોંધનીય છે કે ગયા વર્ષે યુએઈમાં આઈપીએલની મેચો રમાડવી પડી હતી. ધૂમલે જણાવ્યું હતું કે હાલના તબક્કે ભારત યુએઈ કરતાં વધારે સુરક્ષિત છે. આશા છે કે પરિસ્થિતિ સુધરતી જશે. હાલમાં યુએઈમાં કોરોનાના કેસ વધી રહ્યા છે જ્યારે ભારતમાં ઘટી રહ્યા છે. નોંધનીય છે કે બીસીસીઆઈએ આ વર્ષે રણજી ટ્રોફી નહી રમાડવાનો નિર્ણય કરવો પડયો છે જ્યારે વિજય હઝારે ટ્રોફી, અંડર19 વનડે અને મહિલા વનડે ટૂર્નામેન્ટ રમાડાશે.

- Advertisement -

બોર્ડના સૂત્રોના જણાવ્યા અનુસાર આઈપીએલની 14મી સિઝનની શરૂઆત આગામી 11 એપ્રિલથી થઇ શકે છે. જોકે તે અંગે આખરી નિર્ણય આઈપીએલ ગર્વિંનગ કાઉન્સિલ કરશે. બોર્ડના એક અધિકારીના જણાવ્યા અનુસાર ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની સિરીઝ માર્ચમાં પૂરી થઇ જશે તે પછી આઈપીએલ 2021નું આયોજન કરવામાં આવશે. વચ્ચે ટીમ ઈન્ડિયાને આરામ પણ મળી જશે. આઈપીએલની ફાઇનલ પાંચ અથવા છ જૂને રમાડવામાં આવશે.
અરુણસિંહે જણાવ્યું હતું કે હાલની પરિસ્થિતિ કઠિન છે પરંતુ ઓછામાં ઓછું રમત ચાલુ રહી શકી છે તે મોટી વાત છે. અમે તમામ ખેલાડીઓને વેક્સિનેશનની દિશામાં કામ કરી રહ્યા છીએ. તેમણે ઉમેર્યું હતું કે અમે સરકાર સાથે સંપર્કમાં છીએ જેથી તમામ ખેલાડીઓને વેક્સિન મળી શકે. સરકારી નિર્દેશો અનુસાર કોરોના વોરિયર્સ અને વરિષ્ઠ નાગરિકોને પહેલાં રસી આપવામાં આવશે.

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની સિરીઝમાં પ્રેક્ષકો મેદાન પર પરત ફરી શકશે કે કેમ તે મુદ્દે તેમણે જણાવ્યું હતું કે અમે સતત પરિસ્થિતિની સમીક્ષા કરી રહ્યા છીએ. આના માટે રાજ્ય અને કેન્દ્ર સરકાર સાથે મળીને નિર્ણય કરી શકાશે. અમે ઇચ્છીએ છીએ કે મેચમાં દર્શકો હાજર રહી શકે. સો ટકા તો સંભવ નથી પરંતુ 25 ટકાથી 50 ટકા વચ્ચે સંભવ થઇ શકે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular