રાજકોટમાં યાગ્નિક રોડ પર આવેલ ધનરજની બિલ્ડીંગમાં બાલ્કનીનો ભાગ તૂટી પડતા કેટલાક લોકો કાટમાળમાં ફસાયા છે જેની રેસ્ક્યુ કામગીરી ચાલી રહી છે. આ ઉપરાંત 7 જેટલા વાહનો પણ ભાંગીને ભુક્કો થયા છે. હાલ પુરતો રસ્તો બંધ કરવામાં આવ્યો છે. આ દુર્ઘટનામાં અંદાજિત 10થી 15 જેટલા દુકાનદારોને નુકસાન થયેલું છે.
જે વેપારીની દુકાન ધરાશાઇ થઇ તેમને નાની મોટી ઈજાઓ થઇ છે. ફસાયેલા લોકોને બહાર કાઢવામાં આવ્યા છે. હજુ સુધી કોઈ જાનહાનીના સમાચાર સામે આવ્યા નથી.ધનરજની બિલ્ડીંગમાં દુકાનની છત ધરાશાઈ થતાં વાહનોને પણ નુકશાન થયું છે. આ બનાવની જાણ થતાં જ આસપાસના સ્થાનિકો ઉમટી પડ્યા હતા.