આજે કાર્તિકી પૂર્ણિમાના દિવસે ખેડા જીલ્લાના પવિત્ર યાત્રાધામ ડાકોરમાં લાખોની સંખ્યામાં ભાવિકો દર્શન માટે ઉમટી પડ્યા હતા. ડાકોરમાં આજના દિવસનું ખાસ મહત્વ હોય છે. કારણકે ભગવાન કૃષ્ણ દ્વારકા નગરીથી ડાકોર પધાર્યા તેને 866 વર્ષ થઇ ચુક્યા છે. દિવસ દરમિયાન લાખોની સંખ્યામાં ભક્તોએ રાજાધિરાજના ચરણે શીશ નમાવ્યું હતું.
https://twitter.com/khabargujarat/status/1461679267968737286
આજે કાર્તિકી સુદ પૂનમ એટલે દેવદિવાળીના રોજ ડાકોરમાં ભગવાનના દર્શન કરવા માટે સવારથી જ લોકોનો જમાવડો છે. નિત્યક્રમ પ્રમાણે સવારે 4:30ના સમયે મંગળા આરતી બાદ રણછોડરાયને વર્ષો પહેલા એક ભક્ત દ્વારા ભેંટમાં આપવામાં આવેલ લાખો રૂપિયાનો રતન જડિત મુગટ અર્પણકરવામાં આવ્યો છે. આજના દિવસે કૃષ્ણ ભગવાનના ભક્ત બોડાણા રાતોરાત દ્વારકાથી કૃષ્ણ ભગવાનને ગાડામાં બેસાડીને દ્રારિકાથી ડાકોર લાવ્યા હતા.