ગુજરાતમાંથી અનેક વખત હવામાં ફાયરીંગની ઘટનાઓ સામે આવતી હોય છે. ત્યારે હળવદ તાલુકાના રાયધ્રા ગામે કન્યાના લગ્નમાં વરઘોડામાં તેમજ દાંડિયારાસમાં ફાયરિંગનો વિડીઓ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
https://twitter.com/khabargujarat/status/1465680909395382273
આગામી સમયમાં ગ્રામ પંચાયતની ચૂંટણીઓ યોજાનારી છે. અને સરકાર દ્વારા આચાર સંહિતા લાગુ કરેલી છે. ત્યારે મોરબીના હળવદ તાલુકાના રાયધ્રા ગામે ફાયરીંગનો વિડીઓ સોશિયલ મીડિયામાં વાયરલ થતા નાનકડા એવા ગામમાં ચકચાર મચી હતી. થોડા સમય પહેલા પણ ખોડ લગ્ન પ્રસંગમાં દાંડિયારાસમાં કોઈ શખ્સ દ્વારા ફાયરીંગ કર્યાનો વિડીઓ સામે આવ્યો હતો.