Saturday, December 6, 2025
HomeવિડિઓViral Videoખંભાળિયામાં પિતાની બંદૂકમાંથી પુત્ર સહિત બે શખ્સો દ્વારા ફાયરિંગનો વિડીઓ વાયરલ

ખંભાળિયામાં પિતાની બંદૂકમાંથી પુત્ર સહિત બે શખ્સો દ્વારા ફાયરિંગનો વિડીઓ વાયરલ

ખંભાળિયામાં રહેતા બે યુવાનોએ દિવાળીની રાત્રે બંદૂકમાંથી ફાયરિંગ કરતા આ બનાવ અંગે એસ.ઓ.જી. પોલીસે બંને શખ્સો સામે ગુનો નોંધાવ્યો છે.

- Advertisement -

આ અંગે પોલીસ સૂત્રો દ્વારા જાણવા મળતી વિગત મુજબ ખંભાળિયાના પોસ રહેણાંક વિસ્તાર એવા રામનાથ સોસાયટી ખાતે રહેતા રવિ ગોવિંદભાઈ સુયા નામના 27 વર્ષના સંઘાર યુવાન સાથે મિલન ચાર રસ્તા વિસ્તારમાં રહેતા હિતેશ કરણાભાઈ ચાવડા (ઉ.વ. 27) નામના બે યુવાનોએ દિવાળીની રાત્રે રવિના પિતા ગોવિંદભાઈ શામજીભાઈ સૂયાની માલિકીની પરવાનાવાળી બાર બોરની બંદૂકમાંથી બે-બે ફાયરિંગ કર્યા હતા. આ ઘટનાના તેઓએ વિડીયો બનાવી અને સોશિયલ મીડિયામાં પણ અપલોડ કર્યો હતો.

- Advertisement -

આમ, પિતાની મંજૂરી વગર તેમના ધ્યાન બહાર તેમજ હથિયાર ચલાવવાની તાલીમ વગર ફાયરિંગ કરવા સબબ એસ.ઓ.જી. પોલીસ દ્વારા રવિ ગોવિંદભાઈ સુયા તથા હિતેશ કરણાભાઈ ચાવડા નામના બંને શખ્સો સામે આર્મ્સ એક્ટની કલમ મુજબ ગુનો નોંધી, મોબાઈલ સહિતનો મુદ્દામાલ કબજે કરી, આ બંને શખ્સોની અટકાયત કરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular