કૃષિકાયદાના વિરોધમાં ખેડૂતો દ્રારા ગઈકાલના રોજ રેલ રોકો આંદોલન કરવામાં આવ્યું હતું. જેમાં ટ્રેનોને બપોરે 12થી સાંજના 4 વાગ્યા સુધી રોકી રાખવામાં આવી હતી. જે દરમિયાન અમદાવાદથી શ્રીમાતા વૈષ્ણોદેવી કટરા જઈ રહેલી સ્વરાજ એક્સપ્રેસ ટ્રેનમાં 300 જેટલા ગુજરાતીઓ સવાર હતા.
પરંતુ રેલ રોકો આંદોલનને કારણે ટ્રેનને 12 વાગ્યા પહેલા જલંધર સ્ટેશને રોકી દેવાઈ હતી. ટ્રેનમાં સવાર ગુજરાતીઓએ ટાઈમ પસાર કરવા માટે બે કલાક સુધી પ્લેટફોર્મ પર ગરબા ગાયા હતા. અને કૃષિકાયદાને લઈને ઉકેલ લાવવા પણ અનુરોધ કર્યો હતો.