Saturday, July 27, 2024
Homeરાજ્યજામનગર તાલુકાના ફલ્લામાં રહેણાંક મકાનમાંથી દારૂનો જથ્થો ઝડપાયો

જામનગર તાલુકાના ફલ્લામાં રહેણાંક મકાનમાંથી દારૂનો જથ્થો ઝડપાયો

રૂા.15,500ની 31 બોટલો દારૂ સાથે શખ્સ ઝબ્બે : સપ્લાયરની સંડોવણી ખુલ્લી : બેડ નજીકથી બાઈક પર પસાર થતા શખ્સને સાત બોટલ સાથે દબોચ્યો : સીક્કામાંથી 12 બોટલ દારૂ સાથે શખ્સ ઝડપાયો

- Advertisement -

જામનગર તાલુકાના ફલ્લા ગામમાં રહેતા શખ્સના મકાનમાંથી પોલીસે રેઈડ દરમિયાન રૂા.15,500 ની કિંમતની ઈંગ્લીશ દારૂની 31 બોટલો ઝડપી લઇ પૂછપરછ હાથ ધરતા આ દારૂનો જથ્થો સપ્લાય કરવામાં શખ્સની સંડોવણી ખુલ્લી હતી. જામનગર તાલુકાના બેડ ગામના પાટીયા નજીકથી પસાર થતા બાઈકસવારને આંતરીને તલાસી લેતા તેના કબ્જામાંથી ઈંગ્લીશ દારૂની સાત બોટલો મળી આવતા પોલીસે એક શખ્સની ધરપકડ કરી હતી. જામનગર તાલુકાના સીક્કામાં રહેણાંક મકાનમાંથી પોલીસે રેઈડ દરમિયાન 12 બોટલ દારૂ સાથે એક શખ્સની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, જામનગર તાલુકાના ફલ્લા ગામમાં મફતીયુ પરુમાં રહેતા લાલુભા ઉર્ફે લાલો ભીખુભા વાઘેલા નામના શખ્સના મકાનમાં ઈંગ્લીશ દારૂનો જથ્થો હોવાની જાણના આધારે પંચ એ પોલીસે રેઈડ દરમિયાન તલાસી લેતા મકાનમાંથી રૂા.15,500 ની કિંમતની ઈંગ્લીશ દારૂની 31 બોટલો મળી આવતા કબ્જે કરી હતી અને લાલુભા ઉર્ફે લાલાની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરતા આ દારૂનો જથ્થો ભરતસિંહ જાડેજા નામના શખ્સે સપ્લાય કર્યો હોવાની કેફિયત આપતા એએસઆઇ ડી.સી. ગોહિલ તથા સ્ટાફે લાલુભા વિરૂધ્ધ ગુનો નોંધી ભરતસિંહની શોધખોળ આદરી હતી.

બીજો દરોડો, જામનગર તાલુકાના બેડ ગામના પાટીયા નજીકથી પસાર થતી જીજે-10-એજી-1246 નંબરની બાઈકને આંતરીને પોલીસે તલાસી લેતા મનોજ રણછોડ અલગોતર નામના શખ્સના કબ્જામાંથી રૂા.3500 ની કિંમતની ઈંગ્લીશ દારૂની 7 બોટલો અને 15 હજારની કિંમતની બાઈક મળી કુલ રૂા.18,500 ના મુદ્દામાલ સાથે અટકાયત કરી પૂછપરછ હાથ ધરતા આ દારૂના જથ્થામાં ધીરજ કાંતિ ચૌહાણ નામના શખ્સની સંડોવણી ખુલ્લી હતી. જેથી પોલીસે ધીરજની ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા હતા.

- Advertisement -

ત્રીજો દરોડો, જામનગર તાલુકાના સીક્કા ગામમાં કારાભુંગામ વિસ્તારમાં રહેતા ધીરજ કાંતિ ચૌહાણની દારૂના કેસમાં સંડોવણી ખુલતા પોલીસે રેઈડ દરમિયાન ધીરજના ઘરે તલાસી લેતા રૂા.6000 ની કિંમતની ઈંગ્લીશ દારૂની 12 બોટલો મળી આવતા પોલીસે 6000 ની કિંમતનો દારૂ કબ્જે કરી ધીરજની અટકાયત કરી વધુ પૂછપરછ હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular