Sunday, September 8, 2024
Homeરાજ્યજામનગરજામનગર-અમદાવાદ વચ્ચે દોડશે વંદે ભારત ટ્રેન

જામનગર-અમદાવાદ વચ્ચે દોડશે વંદે ભારત ટ્રેન

વડાપ્રધાન મોદી ર્વચ્યુઅલ રીતે તથા સાંસદ પૂનમબેન માડમ રેલવે સ્ટેશનેથી લીલીઝંડી આપશે

- Advertisement -

જામનગરને પણ વંદે ભારત ટ્રેન મળવા જઇ રહી છે. હાલારના સાંસદ પૂનમબેન માડમની ઉપસ્થિતિમાં જામનગર-અમદાવાદ વંદે ભારત ટ્રેનને ફલેગ ઓફ કરવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ર્વચ્યુઅલ રીતે જોડાઇ આ ટ્રેનને લીલીઝંડી આપશે. જો કે, સત્તાવાર રીતે ટ્રેનના સમય સહિતનું શેડ્યુઅલ હજૂ સુધી જાહેર થયું નથી. જે એક-બે દિવસમાં જાહેર થઇ શકે છે.

- Advertisement -

જામનગર સહિતના હાલારના રેલવે સ્ટેશનોની સુવિધામાં વધારો કરવામાં આવી રહ્યો છે. ત્યારે સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર જામનગરને પણ સૌપ્રથમ વંદે ભારત ટ્રેન મળવા જઇ રહી છે. જે જામનગરને અમદાવાદ વચ્ચે દોડશે. 160 કિ.મી. પ્રતિ કલાકની મહત્તમ ઝડપ, ભારતમાં જ સંપૂર્ણપણે ડિઝાઇન થયેલી, સીસીટીવી કેમેરા સહિતની અનેક સુવિધાઓ ધરાવતી વંદે ભારત ટ્રેનથી જામનગરના નાગરિકોને અત્યંત સુવિધાજનક અને આકર્ષક ટ્રેન મુસાફરીનો લાભ મળશે.

મળતી માહિતી અનુસાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 24 સપ્ટેમ્બરના રોજ આઠ જેટલી નવી વંદે ભારત ટ્રેનોને ઝંડી આપવામાં આવનાર છે. જેમાં વેસ્ટર્ન રેલવેની જામનગર અને અમદાવાદ વચ્ચે દોડનારી વંદે ભારત ટ્રેનનો પણ સમાવેશ છે. હાલારના સાંસદ પૂનમબેન માડમ આ ટ્રેનને લીલીઝંડી આપશે. જો કે, આ ટ્રેન કેટલા વાગ્યે ઉપડશે અને કેટલા વાગ્યે પહોંચશે તેનું ચોક્કસ શેડ્યૂઅલ હજૂ સુધી જાહેર થયું નથી. જે આગામી એક કે બે દિવસમાં જાહેર થઇ શકે છે. જામનગરને અનેક લાંબા અંતરની ટ્રેનો પણ મળી ચૂકી છે. ત્યારે વંદે ભારત ટ્રેન જામનગરને મળતાં શહેરીજનો અને રેલયાત્રીઓની સુવિધામાં વધારો થશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular