Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરજામનગર પોલીસનું અનોખું માસ્ક અભિયાન

જામનગર પોલીસનું અનોખું માસ્ક અભિયાન

જાહેર સ્થળોએ પોલીસ મેસ્કોટ સાથે વિનામૂલ્યે માસ્કનું વિતરણ : પોલીસની એક અલગ જ છબી દર્શાવવાનો પ્રયાસ

- Advertisement -

કોરોના નિયંત્રણ માટે જામનગર પોલીસે માસ્કને લઇને છેડેલું જનજાગૃતિ અભિયાન આવકાર્ય બન્યું છે. માસ્કના નિયમભંગ અંગે લોકોને દંડવાને બદલે તેમને માસ્કનું વિતરણ કરી જાગૃતિ લાવવા માટે પોલીસ મેસ્કોટ સાથે જાહેર સ્થળોએ વિનામૂલ્યે માસ્કનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ અભિયાન દ્વારા પોલીસની એક અનોખી છબી ઉભી કરવાનો પ્રયાસ જિલ્લા પોલીસ વડા દ્વારા કરવામાં આવ્યો છે.

- Advertisement -

જામનગર જિલ્લા ઈન્ચાર્જ પોલીસ અધિક્ષક નિતેશ પાંડેયની સુચના અને માર્ગદર્શન મુજબ જામનગર પોલીસ દ્વારા કોરોના નિયંત્રણ માટે કામગીરી કરવામાં આવી રહી છે. આ માટે જામનગર પોલીસ દ્વારા એક નવો અભિગમ દાખવી નવો કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે જેમાં જામનગર શહેરની મુખ્ય જાહેર જગ્યાઓ જ્યા લોકોની અવરજવર વધુ પ્રમાણમાં રહેતી હોઈ તેવા વિસ્તારોમાં પોલીસ મેસ્કોટના ક્ટ આઉટસ લગાવવામાં આવ્યા છે જે 24 કલાક કાર્યરત છે. જામનગર પોલીસ દ્વારા આ પોલીસ મેસ્કોટ સાથે રાખી ફ્રી માસ્કનુ વિતરણ કરવામાં આવે છે. જે લોકો પાસે માસ્ક ન હોઈ તે આ ફી માસ્કનો ઉપયોગ કરી આ સુવિધાનો લાભ લઈ શકે છે.

આ કામગીરીને લીધે લોકોમાં કોરોના નિયંત્રણ સારૂ જાહેર જગ્યાઓએ માસ્ક પહેરી રાખવુ જરૂરી હોઈ તે અંગે જાગૃતિ આવશે તેમજ કોરોનાના કેસોને રોકવા અને તેનો ચેપ અટકાવવા સૌ નાગરિકોની આરોગ્ય સુરક્ષા માટે જાહેર જગ્યાઓએ માસ્ક પહેરી રાખવુ અનિવાર્ય હોવાની યાદ અપાવશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular