Tuesday, December 3, 2024
Homeવિડિઓપેટ્રોલ- ડીઝલના વધતા ભાવને કારણે કાલાવડના ખેડૂતની અનોખી શોધ

પેટ્રોલ- ડીઝલના વધતા ભાવને કારણે કાલાવડના ખેડૂતની અનોખી શોધ

- Advertisement -

દિન પ્રતિદિન ડીઝલ-પેટ્રોલના વધતા જતા ભાવનાં કારણે ખેતી ખર્ચ ઘટાડવાના હેતુથી કાલાવડ તાલુકાના પીપર ગામના ખેડૂત મહેશભાઈ ભુત પોતાની આગવી કોઠાસુઝથી ઈલેકટ્રીક બેટરી સંચાલીત પોતાની જાત મહેનતથી ટ્રેકટર બનાવ્યું છે. જે ઈલેકટ્રીક બેટરી સંચાલીત ટ્રેકટરના જોવા માટે તાલુકાભરના ખેડુતો ઉમટી પડી રહ્યા છે.

- Advertisement -

કાલાવડ તાલુકાના પીપર ગામના વતની અને ખેડૂત પુત્ર મહેશભાઈ કેશુભાઈ ભુતે પોતાની 34 વર્ષની ઉંમરમાં ટીવાયબીકોમનો અભ્યાસ પૂર્ણ કરી ઈ-રીક્ષા કોર્ષ કરી ગવર્મેન્ટ એપ્રુવ્ડ આઈએસઓ સર્ટીફીકેટ પણ પ્રાપ્ત કર્યું છે. ખેતીમાં ખર્ચ ઘટાડવાના ઉમદા હેતુથી તેઓને ઈલેકટ્રીક બેટરી સંચાલીત ટ્રેકટર બનાવવાનો વિચાર આવ્યો. પોતાની કોઠાસુઝથી બેટરી સંચાલીત ટ્રેકટર બનાવ્યું અને તેમાં તેઓ ઉણા પણ ઉતરી આવ્યા. તેઓએ બનાવેલ ટ્રેકટર 22 એચપી જેટલી તાકાત ધરાવે છે. જેમાં 72 વો.ની લીવીયમ વગર્મેન્ટ એપ્રુવડ બેટરી છે જેથી તેને વારંવાર બેટરી બદલવાની ઝંઝટ રહેતી નથી. જે બેટરી ચાર કલાકમાં ફુલ ચાર્જીંગ થઈ જાય છે અને સતત દસ કલાક સુધી ચાલે છે. આ ટ્રેકટર બનાવવામાં ભરપૂર ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તે ખેડુતના મોબાઈલ સાથે કનેકટ પણ થઈ જાય છે. જે મોબાઈલથી ટ્રેકટરની સ્પીડ વધઘટ પણ કરી શકે છે. ખેતરમાં ખેડતી વખતે ટ્રેકટર દબાતુ હોય તો કરંટ વધારી શકાય છે.જેથી ખેડ કરવામાં સરળ બને છે. અને બેટરી સંચાલીત હોવાથી પ્રદુષણ ફેલાતું નથી. ટ્રેકટરમાં પાણીની જરૂરીયાત રહેતી નથી. કારણ કે તે ઓટો કુલીંગ મોટર ધરાવે છે અને સાદુ સ્ટેરીંગ પણ ધરાવે છે. આ ટ્રેકટરથી ખેડૂત પોતાના ખેતરમાં ખેતી કામમાં વાવણી, શાહની ખેડ, દાંતી, રાપ, પંચીયું, પાછળ પીટીપો હોવાથી તમામ જણસીના પ્રેસર પણ ચલાવી શકાય છે.કોઈપણ ખેડૂત આ બેટરી સંચાલીત ટ્રેકટર વસાવે તો તે જીરો મેન્ટેનેસમાં પોતાની ખેતી કરી શકે છે જો ખેડૂત ડીઝલ ટ્રેકટરથી ખેતી કરે તો તેને દર એક કલાકે 100થી 125 સુધીનો ખર્ચ લાગે છે. કારણ કે તેમાં ઓઈલ ડીઝલ સહિતનો વેરેન્ટેઝ ખર્ચ વધુ લાગે છે જયારે આ બેટરી સંચાલીત ટ્રેકટરમાં ખેડૂતને દર એક કલાકે માત્રને માત્ર 15થી 20 રૂપિયાનો જ ખર્ચ લાગે છે. જેથી તેનો ખેતી ખર્ચ ઓછો લાગે છે હાલના વધતા જતા પેટ્રોલ ડીઝલના ભાવ જોતા આ બેટરી સંચાલીત ટ્રેકટર સાવ સસ્તુ અને બીન ખર્ચાળ થાય છે. આ બેટરી સંચાલીત ટ્રેકટર હાલ અંદાજીત સાડા પાંચ લાખ રૂપિયાની આજુબાજુમાં પડતર કિંમતમાં થાય છે પરંતુ જો સરકાર આ બેટરી સંચાલીત ટ્રેકટરમાં સબસીડી જેવી યોજનાઓ લાગુ કરે તો આ ટ્રેકટર ત્રણથી સાડા ત્રણ લાખમાં ખેડૂતને પડતર કિંમતમાં પડે તો ખેડૂતને સારો લાભ મળવાપાત્ર છે.કાલાવડ તાલુકાના પીપર ગામના ખેડૂત પુત્ર મહેશભાઈ કેશુભાઈ ભૂતે પોતે પોતાના ગામ પીપર મુકામે જ પોતાની વાડીએ જ પોતાની કોઠાસુઝથી બનાવેલ છે. જે ટ્રેકટરનું નામ વ્યોમ આપ્યું છે. આ બેટરી સંચાલીત ટ્રેકટર જોવા માટે તાલુકાભરના ખેડૂતો ઉમટી રહ્યા છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular