INS વાલસુરા, જામનગર ખાતે 10 થી 14 ઑક્ટોબર દરમિયાન અગ્નિપથ યોજના હેઠળ અગ્નિપથ યોજના (SSR અને MR બેચ) ની પ્રથમ ભરતી ઝુંબેશ હાથ ધરવામાં આવી રહી છે.
આ ભરતી ઝુંબેશ પુરૂષ અને મહિલા ઉમેદવારો બંને માટે હાથ ધરવામાં આવી રહી છે. ભરતી અભિયાનના પ્રથમ દિવસે 10 ઓક્ટોબરના રોજ જબ્બર પ્રતિસાદ જોવા મળ્યો હતો.
આ ભરતી પ્રક્રિયા ત્રણ તબક્કામાં હાથ ધરવામાં આવી રહી છે જેમાં તમામ ઉમેદવારો માટે દસ્તાવેજની ચકાસણી અને માન્યતા, લેખિત પરીક્ષા ત્યારબાદ PFT (શારીરિક ફિટનેસ ટેસ્ટ)નો સમાવેશ થાય છે. ઉમેદવારોને નેવલ રિક્રુટમેન્ટ એસ્ટાબ્લિશમેન્ટ, INS વાલસુરા સુધી પહોંચવા માટે માર્ગદર્શન આપવા માટે અગ્રણી સ્થળોએ હેલ્પ ડેસ્કની સ્થાપના કરવામાં આવી છે.