જોડિયા તાલુકાના મોરાણા ગામમાં રહેતાં યુવકને મોબાઇલ બાબતે કરેલા ઝઘડામાં સમજાવવા ગયેલા યુવકના કાકા ઉપર શખ્સે લાકડી વડે હુમલો કરી ઢીકાપાટુનો માર મારી પતાવી દેવાની ધમકી આપી હતી.
આ બનાવની વિગત મુજબ જોડિયા તાલુકાના મોરાણા ગામમાં રહેતાં અજિતભાઇ સાથે રાજુ અબુ જખાનિયા નામનો શખ્સ મોબાઇલ બાબતે બોલાચાલી અને ઝઘડો કરતો હતો. તે દરમ્યાન અજિતના કાકા સોમાભાઇ અજમલભાઇ વાઘેલા ત્યાં આવી જતાં તેમણે રાજુને સમજાવવા જતાં રાજુએ સોમાભાઇ સાથે જેમ ફાવે તેમ ગાળાગાળી કરી ઝઘડો કર્યો હતો. ત્યારબાદ લાકડી વડે હુમલો કરી ઇજાઓ પહોંચાડી હતી. ઉપરાંત સોમાભાઇના ગુપ્તાંગના ભાગે લાત મારી પતાવી દેવાની ધમકી આપી હતી. નજીવી બાબતે કરાયેલા હુમલામાં ઇજાગ્રસ્ત સોમાભાઇને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં બનાવની જાણના આધારે એએસઆઇ સી. એલ. ચિહલા તથા સ્ટાફએ શખ્સ વિરૂદ્ધ ગુનો નોંધી ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.


