Saturday, August 22, 2026
Homeરાજ્યજામનગરશેરીમાં બાઇક ધીમે ચલાવવાનું કહેતાં બે મિત્રો ઉપર ચાર શખ્સો તૂટી પડયા

શેરીમાં બાઇક ધીમે ચલાવવાનું કહેતાં બે મિત્રો ઉપર ચાર શખ્સો તૂટી પડયા

ભીમવાસ શેરી નંબર એકમાં પાઇપ વડે હુમલો : ઝપાઝપી અને ગાળાગાળી કરી ઢીકાપાટુનો માર માર્યો : પતાવી દેવાની ધમકી આપી : પોલીસે ચાર શખ્સો વિરૂદ્ધ ગુનો નોંધી હાથ ધરી કાર્યવાહી

જામનગર શહેરના ભીમવાસ વિસ્તારમાં બાઇક ધીમે ચલાવવાનું કહેતાં ચાર શખ્સોએ એકસંપ કરી યુવાન સાથે બોલાચાલી અને ઝપાઝપી કરી લોખંડના પાઇપ વડે બે મિત્રો ઉપર હુમલો કરી મારી નાખવાની ધમકી આપ્યાના બનાવમાં પોલીસે ગુનો નોંધી તપાસ આદરી હતી.

- Advertisement -

આ બનાવની મળતી વિગત મુજબ જામનગર શહેરના જૂના રેલવે સ્ટેશન પાસે, ભીમવાસ શેરી નંબર એકમાં રહેતા અને નોકરી કરતા અવિનાશ દીપક પગારે (ઉ.વ.31) નામના યુવાને તેની શેરીમાં પુરપાટ બાઇક ચલાવતા શખ્સોને ધીમે બાઇક ચલાવવાનું કહેતા આ બાબતે નવાઝ ઈસ્માઇલ ચમાડિયા, ઈસ્માઇલ ચમાડિયા, ગની ચમાડિયા, મોહિન ગની ચમાડિયા નામના ચાર પાડોશી શખ્સોએ ગાળાગાળી અને ઝપાઝપી કરી હતી. ત્યારબાદ ઢીકાપાટુનો માર મારી લોખંડના પાઇપ વડે હુમલો કર્યો હતો. મિત્ર અવિનાશ ઉપર હુમલો થતાં કિશન મિત્રને બચાવવા વચ્ચે પડયો હતો. કિશન ઉપર પણ ચાર શખ્સોએ ઝપાઝપી કરી લોખંડના પાઇપ વડે હુમલો કરી મારી નાખવાની ધમકી આપી હતી. હુમલામાં ઘવાયેલા બન્ને મિત્રોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં બનાવની જાણના આધારે એએસઆઇ પી. કે. ગુઢકા તથા સ્ટાફે ચાર શખ્સો વિરૂદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી આદરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular