ગુજરાતના સૌથી પ્રખ્યાત હિલ સ્ટેશન સાપુતારામાં પ્રવાસીઓની ભારે ભીડ રહેતી હોય છે. હિલસ્ટેશનના સનસેટ પોઈન્ટ પરનો એક વિડીઓ હાલ વાયરલ થઇ રહ્યો છે. જેમાં સનસેટ પોઈન્ટ તરફ એક કાર જઇ રહી હતી અને ચઢી ન શકતા રીવર્સ ગઈ હતી. અને અન્ય કાર સાથે અથડાઇ હતી. કારમાં બેઠેલા મહિલા અને બાળક પોતાનો જીવ બચાવવા કુદ્યા હતા. આ સમગ્ર ઘટના મોબાઈલમાં કેદ થઇ છે.
ડાંગના હિલ સ્ટેશન સાપુતારા સનસેટ પોઈન્ટ પર ગાડી ન ચઢતા કાર રિવર્સમાં ગઈ હતી. આ કાર અન્ય કાર સાથે અથડાઈ હતી. ચાલકે કાબૂ ગુમાવ્યો કે પછી કાર ઢાળ ચઢવામાં પાછી પડી કે પછી અન્ય કારણોસર આ કાર રિવર્સ ફંટાતા બેકાબૂ બની હતી. આ અથડામણમાં કારમાંથી એક મહિલા અને બાળક નીચે કુદી પડ્યા હતા. જોકે, આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. હિલ સ્ટેશન પર કાર ચલાવતી વખતે જો બેદરકારી રાખી અથવા કાર યોગ્ય ન હોય તો શું થઈ શકે તેનો અંદાજ આ વિડીઓ પરથી આવે છે .