Thursday, January 2, 2025
Homeરાષ્ટ્રીયજેસલમેરમાં એક જ ટ્રેક પર સામસામે આવી બે ટ્રેન

જેસલમેરમાં એક જ ટ્રેક પર સામસામે આવી બે ટ્રેન

ટેકનિકલ ખામી, મોટી દુર્ઘટના સર્જાતા અટકી

- Advertisement -

છેલ્લા ઘણા સમયથી ટ્રેનો પર પથરાવ અને એક્સિડન્ટની ખબરો સાંભળવા મળતી હતી. તેમજ ટ્રેનોમાં ટેકનિકલ ઇસ્યૂના કારણે ઘણીવાર નાના મોટા એક્સિડન્ટ પણ બનતા રહે છે. તેમ છતાં ટેક્નિકલ ખામીઓમાં કોઈ સુધારો કરવામાં આવ્યો નથી. આવી જ એક ટેકનિકલ ખામીના કારણે રાજસ્થાનના જેસલમેરમાં એક જ ટ્રેક પર 5 ફેબ્રુઆરીના રોજ બે ટ્રેનો સામસામે આવી ગઈ હતી. જોકે સારી બાબત એ બની કે બન્ને ટ્રેનોની સ્પીડ ઓછી હતી આથી મોટી ટ્રેન દુર્ઘટના સર્જાતા ટળી ગઈ હતી.આ ઘટના જેસલમેરના પોકરણથી લગભગ 3 થી 4 કિલોમીટરના અંતરે આવેલા ગોમત રેલવે સ્ટેશન પર બની હતી.

- Advertisement -

સોમવારે ગોમત રેલવે સ્ટેશનના સિગ્નલમાં ટેકનિકલ ખામી સર્જાઈ હતી. મળતી માહિતી મુજબ ટેક્નિકલ ખામીના કારણે એક ટ્રેન ડાયવર્ઝન પોઈન્ટથી થોડી આગળ ગઈ અને તે જ ટ્રેક પર પહેલાથી જ એક ટ્રેન આવી રહી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular