કલ્યાણપુર તાલુકાના ખાખરડા ગામની પાનોર સીમ વિસ્તારમાં સ્થાનિક પી.એસ.આઈ. કે.એન. ઠાકરીયાના માર્ગદર્શન હેઠળ હેડ કોન્સ્ટેબલ રાજાભાઈ ગોજિયાને મળેલી બાતમીના આધારે દરોડો પાડવામાં આવતા સરકારી ખરાબામાં બાવળની ઝાળીમાં છુપાવીને રાખવામાં આવેલી રૂપિયા 42,400 ની કિંમતની 106 બોટલ વિદેશી દારૂના જથ્થા સાથે ખાખરડા ગામના જયપાલસિંહ સતુભા જાડેજા અને જશુભા મનુભા જાડેજા નામના બે શખ્સોને ઝડપી લેવામાં આવ્યા હતા.
આ પ્રકરણમાં ખંભાળિયાના સંજયનગર વિસ્તારમાં રહેતા વનરાજસિંહ ભુપતસિંહ જાડેજા નામના શખ્સનું પણ નામ ખુલતા પોલીસે પ્રોહી. એક્ટ મુજબ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.