જામનગર એલસીબી દ્વારા સિક્કામાંથી આધાર બિલ વગરના ગેસના બાટલામાંથી અન્ય બાટલામાં ગેસ રિફિલીંગ કરતાં બે શખ્સોને ઝડપી લઇ ગેસના બાટલા તથા ગેસ રિફીલીંગના સાધનો સહિત કુલ રૂા. 61960નો મુદ્ામાલ કબજે કર્યો હતો.
આ અંગેની વિગત મુજબ જામનગર એલસીબીના દોલતસિંહ જાડેજા, અજયસિંહ ઝાલા, યશપાલસિંહ જાડેજા તથા ધર્મેન્દ્રસિંહ જાડેજાને મળેલ બાતમીના આધારે જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુની સૂચના તથા એલસીબીના પીઆઇ કે.કે. ગોહિલના માર્ગદર્શન મુજબ એલસીબીના પીએસઆઇ આર.બી. ગોજીયા સહિતના સ્ટાફે રેઇટ દરમિયાન સિક્કામાં પંચવટીમાં પ્રણવરાજ સ્કૂલની પાછળ મહિપતસિંહ જાડેજાની માલિકીની ઓરડીમાંથી મુસ્તાક ઉંમર મનોરીયા તથા નિંબર સુકઇ નામના બે શખ્સોને રૂા. 38,000ની કિમતના રિલાયન્સ કંપનીના 17 નંગ નાના-મોટા બાટલા તથા રૂા. 5760ની રોકડ અને ગેસ રિફીલીંગના સાધનો પાના-પકડ અને બે નંગ મોબાઇલ ફોન સહિત કુલ રૂા. 61960ના મુદ્ામાલ સાથે બિલ આધાર વગરનો મળી આવતાં શક પડતી મિલકત તરીકે કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આરોપીઓની ગેસ રિફિલીંગ બાબતે પૂછપરછ કરતાં મહિપતસિંહ જાડેજાના કહેવાથી ગેસ રિફીલીંગ કરતાં હોવાની કેફીયત આપી હતી.
આ કાર્યવાહી એલસીબીના સંજયસિંહ વાળા, હરપાલસિંહ સોઢા, અશ્ર્વિનભાઈ ગંધા, ભરતભાઈ પટેલ, નાનજીભાઈ પટેલ, શરદભાઈ પરમાર, દિલીપભાઈ તલવાડિયા, હિરેનભાઈ વરણવા, ભગીરથસિંહ સરવૈયા, હરદીપભાઈ ધાધલ, વનરાજભાઈ મકવાણા, ધાનાભાઈ મોરી, અશોકભાઈ સોલંકી, યશપાલસિંહ જાડેજા, હિતેન્દ્રસિંહ જાડેજા, દોલતસિંહ જાડેજા, ઘનશ્યામભાઈ ડેરવાળિયા, ફીરોજભાઈ ખફી, શીવભદ્રસિંહ જાડેજા, નિર્મળસિંહ જાડેજા, યોગરાજસિંહ રાણા, કિશોરભાઈ પરમાર, બળવંતસિંહ પરમાર, રાકેશ ચૌહાણ, લખમણભાઈ ભાટિયા, સુરેશભાઈ માલકિયા, ધમેન્દ્રસિંહ જાડેજા અને દયારામ ત્રિવેદી, ભારતીબેન ડાંગર, માંડણભાઇ વસરા, અજયસિંહ ઝાલા સહિતના સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.