Monday, June 22, 2026
Homeરાજ્યજામનગરજામનગર શહેરમાં બે સ્થળોએથી દારૂના જથ્થા સાથે બે શખ્સ ઝબ્બે

જામનગર શહેરમાં બે સ્થળોએથી દારૂના જથ્થા સાથે બે શખ્સ ઝબ્બે

જામનગર શહેરના રાજપાર્કના ઢાળિયા પાસે મોટરસાયકલ પર દારૂના જથ્થા સાથે શખ્સ પસાર થવાની મળેલી બાતમીના આધારે સિટી ‘બી’ ડિવિઝન પોલીસે બાઇકચાલકને આંતરીને તલાશી લેતાં 12 બોટલ દારૂ, મોબાઇલ, બાઇક કબ્જે કરી શખ્સની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી હતી. જામનગર શહેરના વિકટોરિયા પુલ પાસેથી દ્વારકાના શખ્સને 60 બોટલ દારૂ અને મોબાઇલ સાથે ઝડપી લીધો હતો.

- Advertisement -

દરોડાની વિગત મુજબ પ્રથમ દરોડો જામનગર શહેરના રાજપાર્ક ઢાળિયા નજીક મોટરસાયકલ પર દારૂના જથ્થા સાથે શખ્સ પસાર થવાની પો.કો. કલ્પેશભાઇ અઘારા, હે.કો. ક્રિપાલસિંહ સોઢાને મળેલી બાતમીના આધારે પીઆઇ એન. એમ. ગઢવી, પીએસઆઇ ડી. જી. રાજ, એએસઆઇ રાજેશભાઇ વેગડ, મુકેશસિંહ રાણા, હે.કો. દશરથસિંહ પરમાર, ક્રિપાલસિંહ સોઢા, સંજયભાઇ પરમાર, જયપાલસિંહ જાડેજા, પો.કો. અજયસિંહ ઝાલા, જયદીપસિંહ જાડેજા, કલ્પેશભાઇ અઘારા, સાજિદભાઇ બેલીમ, ધર્મેન્દ્રસિંહ વાઢેર, પ્રહલાદસિંહ જાડેજા, રવિકાંતભાઇ રાઠોડ, કપિલભાઇ ગુજરિયા સહિતના સ્ટાફએ વોચ ગોઠવી હતી.

દરમ્યાન પોલીસે ટીવીએસ જ્યુપીટર બાઇક ચાલક પસાર થતાં આંતરીને મયૂર ભરત રાઠોડ નામના શખ્સની તલાશી લેતાં તેની પાસેથી રૂા. 15,600ની કિંમતની 12 બોટલ દારૂ અને રૂા. બે હજારની કિંમતનો મોબાઇલ તથા રૂા. 30 હજારની કિંમતનું બાઇક મળી આવતા પોલીસે કુલ રૂા. 47,600ના મુદામાલ સાથે ઝડપી લઇ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.

- Advertisement -

બીજો દરોડો જામનગર શહેરના વિકટોરિયા પુલ પાસેથી દારૂના જથ્થા સાથે શખ્સ પસાર થવાની એલસીબીના મયૂરસિંહ પરમાર અને ઋષિરાજસિંહ વાળાને મળેલી બાતમીના આધારે પીઆઇ વી. બી. ચૌધરીના નેજા હેઠળ વોચ ગોઠવી હતી. દરમ્યાન પસાર થતાં હેમુભા ઉર્ફે હેમરાજ રણધીરભા નાયાણી (રહે. ભીમરાણા ગામ, તા. જિ. દેવભૂમિ દ્વારકા) નામના શખ્સને આંતરીને તલાશી લેતાં તેના કબ્જામાંથી ઇંગ્લીશ દારૂની રૂા. 13,200ની કિંમતની નાની-મોટી 60 બોટલ મળી આવતા પોલીસે રૂા. 5 હજારની કિંમતનો મોબાઇલ સહિત કુલ રૂા. 18,200ના મુદામાલ સાથે આરોપી હેમુભાને ઝડપી લઇ પૂછપરછ હાથ ધરતાં દારૂનો જથ્થો ગોવાના મડગાંવમાં રહેતાં ગોપાલ શાહુ દ્વારા સપ્લાય કરાયાની કેફિયતના આધારે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular