Monday, June 22, 2026
Homeરાજ્યજામનગરજામનગરમાંથી દારૂના ચપલા સાથે શખ્સ ઝડપાયો

જામનગરમાંથી દારૂના ચપલા સાથે શખ્સ ઝડપાયો

સિટી ‘બી’ ડિવિઝન પોલીસનો દરોડો : 208 નંગ ચપલા કબ્જે

જામનગર શહેરના શાંતિનગર વિસ્તારમાં રહેતાં શખ્સને સિટી ‘બી’ ડિવિઝન પોલીસ સ્ટાફે 208 નંગ ઇંગ્લીશ દારૂના ચપલા સાથે ઝડપી લીધો હતો.

- Advertisement -

દારૂના દરોડાની વિગત મુજબ પ્રથમ દરોડો જામનગર શહેરના શાંતિનગર, શેરી નંબર સાત પાસે રહેતાં શખ્સ પાસે દારૂનો જથ્થો હોવાની ક્રિપાલસિંહ સોઢા, જયદીપસિંહ જાડેજા, કલ્પેશભાઇ અઘારાને મળેલી બાતમીના આધારે પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈનીની સૂચનાથી ડીવાયએસપી જયવીરસિંહ ઝાલાના માર્ગદર્શન હેઠળ પીઆઇ એન. એમ. ગઢવી, પીએસઆઇ ડી. જી. રાજ, એએસઆઇ રાજેશભાઇ વેગડ, મુકેશસિંહ રાણા, હે.કો. દશરથસિંહ પરમાર, ક્રિપાલસિંહ સોઢા, સંજયભાઇ પરમાર, જયપાલસિંહ જાડેજા, પો.કો. નિલેશભાઇ ઠાકરિયા,જયદીપસિંહ જાડેજા, કલ્પેશભાઇ અઘારા, સાજિદભાઇ બેલીમ, ધર્મેન્દ્રસિંહ વાઢેર, પ્રહલાદસિંહ જાડેજા, કપિલભાઇ ગુજરિયા સહિતના સ્ટાફએ રેઇડ દરમ્યાન શક્તિસિંહ ધીરૂભા જાડેજા નામના શખ્સને આંતરીને તલાશી લેતા તેની પાસેથી રૂા. 62,400ની કિંમતના 208 નંગ ઇંગ્લીશ દારૂના ચપલા મળી આવતાં ધરપકડ કરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular