જામનગર તાલુકાના વિસ્તારમાં મોબાઇલ ચોરી આચરનાર એક કિશોર સહિતના બે તસ્કરોને નદીના પુલના કાંઠેથી પંચકોશી બી ડીવીઝન પોલીસ સ્ટાફે ઝડપી લઇ 44 હજારના ચોરાઉ મોબાઇલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગે મળતી વિગત મુજબ જામનગર તાલુકાના દરેડ ગામ નજીક પ્રણામી સોસાયટી તરફ જવાના માર્ગ પર આવેલી નદીના પૂલના કાંઠે મોબાઇલ ચોરીમાં સંડોવાયેલા બે તસ્કરો ઉભા હોવાની એએસઆઇ એસ. એસ. જાડેજા, પો.કો. જયદીપસિંહ જાડેજા, જયપાલસિંહ જાડેજાને મળેલી સંયુક્ત બાતમીના આધારે પીઆઇ વી. જે. રાઠોડ, એઅસઆઇ એસ. એસ. જાડેજા, એસ. એચ. જીલરિયા, પો.કો. જયદીપસિંહ જાડેજા, જયપાલસિંહ જાડેજા, મેહુલભાઇ વિરાણી, રાજદીપસિંહ જાડેજા, પોલાભાઇ ઓડેદરા સહિતના સ્ટાફએ અતુલગીરી ખુશાલગીરી ગોસાઇ અને એક કિશોર સહિતના બે તસ્કરોને ઝડપી લઇ તલાશી લેતા તેમની પાસેથી રૂા. 23,999ની કિંમતનો ચોરાઉ મોબાઇલ મળી આવતાં પોલીસે જીજે03-સીકે-8402 નંબરની રૂા. 20 હજારની કિંમતનું બાઇક મળી કુલ રૂા. 43,999નો મુદામાલ કબ્જે કરી વધુ તપાસ આરંભી હતી.


