ભાણવડમાં આશાપુરા રોડ પરથી પોલીસે બે શખ્સોને આઈપીએલ મેચ ઉપર ઓનલાઈન જૂગાર રમતા ઝડપી લઇ રોકડ, મોબાઇલ ફોન સહિત કુલ રૂા.95,160 સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
જૂગાર દરોડાની વિગત મુજબ, ભાણવડમાં આશાપુરા રોડ, દયુભાઈના ચોક પાસે જાહેરમાં આઈપીએલ મેચ ઉપર ઓનલાઈન જૂગાર રમાતો હોવાની બાતમીના આધારે ભાણવડ પોલીસે રેઈડ દરમિયાન તરૂણ ઉર્ફે ટપુ અરવિંદ ચુડાસમા તથા આદિત્ય અજય ઘેલા નામના બે શખ્સોને જાહેરમાં ઉભા રહી આઈપીએલની મેચો ઉપર મોબાઇલ ફોનમાં ઓનલાઈન મેચની હારજીતના સોદા કરી જૂગાર રમતા ઝડપી લીધા હતા અને રૂા.5,160 ની રોકડ, રૂા.50,000ની કિંમતના મોબાઇલ ફોન તથા રૂા.40,000નું મોટરસાઈકલ સહિત કુલ રૂા.95,160 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો તેમજ ઓનલાઈન આઈડી આપનાર તરીકે સંજય ચાવડાનું નામ ખુલતા તેની શોધખોળ હાથ ધરવામાં આવી હતી.
View this post on Instagram


