કાલાવડ તાલુકાના નિકાવા ગામ પાસે રાજકોટ રોડ પર આવેલા પેટ્રોલ પંપમાં ફીલર મેન તરીકે નોકરી કરતા રાજસ્થાનના બે શખ્સોએ નોકરી દરમિયાન રૂા.59,000 ની છેતરપિંડી કર્યાના બનાવમાં પોલીસે તપાસ હાથ ધરી હતી.
છેતરપિંડીના બનાવની વિગત મુજબ, કાલાવડ તાલુકાના આણંદપર ગામમાં રહેતાં કરમણભાઈ ગોરસીયા નામના વૃધ્ધનો નિકાવા ગામ નજીક રાજકોટ રોડ પર આવેલા પેટ્રોલ પંપમાં નોકરી કરવા માટે રાજસ્થાનના અજમેરના વિરેન્દ્રસિંહ હમીરસિંહ અને તેનો મિત્ર દિપક નામના બે શખ્સો એ વૃધ્ધને વિશ્વાસમાં લઇ ફિલરમેન તરીકે નોકરી એ રહ્યા હતાં દરમિયાન આ બંને શખ્સોએ ગત તા.7 થી તા.8 રાત્રિ સુધીના સમય દરમિયાન પેટ્રોલ ડીઝલના હિસાબના આવેલા રૂા.59,981 ની રકમ હિસાબમાં જમા કરાવવાને બદલે બંને શખ્સોએ આ રકમ ની ઉચાપાત કરી છેતરપિંડી આચર્યાની વૃદ્ધ દ્વારા ફરિયાદ નોંધાવાઇ હતી. જેના આધારે પીએસઆઈ વી એ પરમાર તથા સ્ટાફે ગુનો નોંધી તપાસ આરંભી હતી.