Tuesday, October 8, 2024
Homeરાજ્યગુજરાતગુજરાતમાં ભાજપના બે ઉમેદવારો ફસકી ગયા

ગુજરાતમાં ભાજપના બે ઉમેદવારો ફસકી ગયા

- Advertisement -

એક તરફ લોકસભાની ચૂંટણીની તારીખ જાહેર થઈ ગઈ છે જેમાં ગુજરાતમાં 26 બેઠકો પર સાતમી મેએ મતદાન થવાનું છે ત્યારે ગુજરાતમાં ભાજપના ઉમેદવારો ચૂંટણી લડવાની ના પાડી રહ્યા છે. હજું આજે સવારે વડોદરાના ભાજપના ઉમેદવાર રંજનબેન ભટ્ટએ ચૂંટણી લડવાની ના પાડી હતી ત્યારે હવે સાંબરકાંઠાના ભાજપના ઉમેદવાર ભીખાજી ઠાકોરે પણ ચૂંટણી લડવાની ના પાડી દીધી છે. સાબરકાંઠાના ભાજપ ઉમેદવારે ચૂંટણી લડવાનો ઈનકાર કરતા ગુજરાતમાં ભાજપને ડબલ ઝટકો લાગ્યો છે. ચૂંટણી પંચ દ્વારા લોકસભા 2024ની ચૂંટણીની તારીખ જાહેર થયા બાદ રાજકીય પાર્ટીઓ એક પછી એક ઉમેદવારની યાદી જાહેર કરી રહી છે અને ભાજપે શુક્રવારે ઉમેદવારી ચોથી યાદી જાહેર કરી હતી, ત્યારે હવે ગુજરાતના રાજકારણમાં સૌથી મોટા સામાચાર સામે આવી રહ્યા છે. જેમાં લોકસભાની વડોદરા બેઠકના ભાજપના ઉમેદવાર અને સાંસદ રંજનબેન ભટ્ટએ આજે સવારે સોશિયલ મીડિયા પર આગામી લોકસભાની ચૂંટણી લડવાની અનિચ્છા દર્શાવતી પોસ્ટ શેર કરી હતી. આ પોસ્ટ મુકતાની સાથે જ ભાજપમાં ફરી એકવાર જૂથ બંધી જાહેર થઈ છે. ઉલ્લેખનિય છે કે રંજનબેનને ભાજપે ટિકિટ આપતા પક્ષમાં જ ભળકો થયો હતો અને કેટલાક પક્ષના જ નેતા નારાજ થયા હતા.

- Advertisement -

સોશિયલ મીડિયા પર મુકેલા મેસેજ અંગે રંજનબેન ભટ્ટે જણાવ્યું કે છેલ્લા કેટલાક દિવસથી જે રીતે મને અને ભાજપને બદનામ કરવામાં આવી રહ્યું છે તે જોતા ખૂબ જ દુ:ખની લાગણી અનુભવું છું મને દસ વર્ષ સુધી પાર્ટી એ તક આપી અને હવે મારા પર વિશ્વાસ રાખી ત્રીજી વખત પણ લોકસભાની ટિકિટ આપી છે પરંતુ છેલ્લા કેટલાક દિવસથી મારે કારણે જો ભાજપની બદનામી થતી હોય તે અયોગ્ય છે તેને સાથે સાથે મારા કેટલાક અંગત કારણોસર ચૂંટણી નહીં લડવાનો નિર્ણય જાહેર કર્યો છે. રંજનબેનની આ જાહેરાતથી ભારતીય જનતા પાર્ટીમાં કંઈ ખુશી કહી ગમ નો માહોલ સર્જાયો છે અને કાર્યકર્તાઓ જેઓ સોશિયલ મીડિયા પર એક્ટિવ હતા તેઓ ખુશ થયા છે જ્યારે રંજનબેનના ટેકેદારોમાં નારાજગી અને રોષ જોવા મળી રહ્યો છે રંજનબેનની આ જાહેરાતથી તેમના ટેકેદારો તેમના નિવાસ્થાને પહોંચી ગયા હતા અને નારાજગી વ્યક્ત કરતા હતા.

લોકસભાની વડોદરા બેઠકના ભાજપના ઉમેદવાર તરીકે સતત ત્રીજી વખત રંજનબેન ભટ્ટનું નામ પક્ષ દ્વારા જાહેર કરવામાં આવતાની સાથે જ મહિલા મોરચાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ડોક્ટર જ્યોતિબેન પંડ્યાએ બળવો પોકાર્યો હતો અને તેઓએ રંજનબેન વિરુદ્ધ પ્રેસ કોન્ફરન્સ બોલાવવાની જાહેરાત કરી હતી. જો કે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે વડોદરાના ડો.જ્યોતિબેન પંડ્યાને ભાજપમાંથી છ વર્ષ માટે તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કર્યા હતા. નોંધનીય છે કે જ્યોતિબેન પંડ્યા વડોદરા શહેરના મેયર રહી ચૂક્યા છે અને તેઓ ભાજપ રાષ્ટ્રીય મહિલા મોરચાના ઉપાધ્યક્ષ અને ભાજપના મધ્ય ઝોન પ્રવક્તા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular