Saturday, July 27, 2024
Homeરાષ્ટ્રીયપ્રધાનમંત્રીના મતે બજેટ પ્રો-એક્ટિવ અને રાહુલ ગાંધીના મતે નિરાશાજનક બજેટ

પ્રધાનમંત્રીના મતે બજેટ પ્રો-એક્ટિવ અને રાહુલ ગાંધીના મતે નિરાશાજનક બજેટ

- Advertisement -
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કેન્દ્રીય બજેટ 2021 પર નિરાશા વ્યક્ત કરી છે. રાહુલ ગાંધીએ કહ્યું છે કે, આ બજેટમાં ગરીબો માટે કંઈ નથી. તેમણે કહ્યું કે, ગરીબોના હાથમાં રોકડની વાત તો ભૂલી જ જાઓ. નરેન્દ્ર મોદી સરકાર પોતાના મૂડીપતિ દોસ્તોના હાથમાં દેશની સંપત્તિ સોંપવાની યોજના બનાવી રહી છે. ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધી અનેકવાર સરકારને ગરીબોના હાથમાં સીધી રોકડ ટ્રાન્સફરની માંગ કરતા આવ્યા છે. કોરોના મહામારીના સમયે પણ રાહુલ ગાંધીએ આ માંગ કરી હતી.
રાહુલ ગાંધીનો તર્ક છે કે જો ગરીબોના હાથમાં પૈસા આવશે તો ખર્ચ કરી શકશે અને જો ખર્ચ કરશે તો ઇકોનોમીને ગતિ મળશે. આ વખતે બજેટમાં સરકારે એવી કોઈ યોજનાની જાહેરાત નથી કરી. આ બજેટમાં કેન્દ્ર સરકારે અનેક PSU, વીમા, રેલવે સેક્ટર, બેંક ડિસઇન્વેસ્ટમેન્ટનો નિર્ણય કર્યો છે. સરકારને આશા છે કે આનાથી સરકારને રૂપિયા મળશે, જેનો ઉપયોગ સરકારી યોજનાઓમાં કરવામાં આવશે.
બજેટ રજૂ થયા પહેલા રાહુલ ગાંધીએ કહ્યું હતુ કે, આ બજેટમાં સરકારે ખેડૂતો, મજૂરોને રોજગાર આપવાની જોગવાઈ કરવી જોઇએ. મધ્યમ ઉદ્યોગોને મદદ મળવી જોઇએ જેથી નવી નોકરીઓ પેદા થઈ શકે છે. લોકોના જીવ બચી શકે તે માટે સ્વાસ્થ્ય ક્ષેત્રમાં ખર્ચા વધારવા જોઇએ. આ ઉપરાંત સરકારે સંરક્ષણ ક્ષેત્રે ખર્ચ વધારવો જોઇએ. બીજી તરફ બજેટને લઇને પીએમ મોદીએ કહ્યું છે કે, આ બજેટ નવા ભારતના આત્મવિશ્વાસને ઉજાગર કરનારું છે. બજેટ દેશના ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં બદલાવ લાવશે, સાથે જ યુવાનોને અનેક તકો આપવાનું કામ કરશે.
પીએમ મોદીએ કહ્યું કે, આ બજેટના દિલમાં ગામ અને ખેડૂતો છે. પીએમ મોદીએ કહ્યું કે, આવા બજેટ ઓછા જોવા મળે છે, જેની શરૂઆતમાં સારો રિસ્પોન્સ આવે. બજેટને લઇને મોદી બોલ્યા કે, પડકારો છતા અમારી સરકારે બજેટને ટ્રાન્સપરન્ટ બનાવવા પર ભાર આપ્યો છે. પીએમ મોદીએ કહ્યું કે, ભારત કોરોનાકાળમાં ઘણું પ્રો-એક્ટિવ રહ્યું છે. પોતાના સંબોધનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, અમે બજેટ દ્વારા દેશની સામે પ્રો-એક્ટિવ થવાનો સંકેત આપ્યો છે. પીએમ મોદીએ કહ્યું કે, આ બજેટમાં ‘જાન પણ અને જહાન પણ’ પર ભાર આપવામાં આવ્યો છે.
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular