Monday, December 23, 2024
Homeરાજ્યહાલારકાલાવડ નજીક છકડા ચાલકે બાઈક અને કારને હડફેટે લેતા ત્રિપલ અકસ્માત

કાલાવડ નજીક છકડા ચાલકે બાઈક અને કારને હડફેટે લેતા ત્રિપલ અકસ્માત

રીનારીના પાટીયા પાસે અકસ્માતમાં બાઈકસવારનું મોત : કારમાં સવાર બાળક સહિત ચાર વ્યકિતને ઈજા : ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા : પોલીસ દ્વારા છકડા ચાલકની ધરપકડ માટે તજવીજ

- Advertisement -

કાલાવડ તાલુકાના રીનારી ગામના પાટીયા નજીક ટોડા તરફ જવાના માર્ગ પર પૂરઝડપે આવતી છકડો રીક્ષાના ચાલકે બાઈકને ઠોકરે ચડાવી ત્યારબાદ અલ્ટો કારને હડફેટે લેતા ત્રિપલ અકસ્માતમાં બાઈકના ચાલકને શરીરે અને માથામાં ગંભીર ઈજા પહોંચતા મોત નિપજ્યું હતું.

- Advertisement -

અકસ્માતના બનાવની વિગત મુજબ, કાલાવડ તાલુકાના રીનારી ગામના પાટીયાથી ટોડા ગામ તરફ જવાના માર્ગ પર મંગળવારે રાત્રિના આઠ વાગ્યાના અરસામાં જીજે-03-એયુ-5653 નંબરના છકડો રીક્ષાના ચાલકે તેની રીક્ષા પૂરઝપડે બેફીકરાઈથી ચલાવી સામેથી આવતા જીજે-03-સીપી-4782 નંબરના બાઈકને ઠોકર મારી હડફેટે લેતા બાઈકસવાર મગનભાઈ સાડમીયાને પછાડી દઇ શરીરે અને માથામાં ગંભીર ઈજા પહોંચાડી હતી ત્યારબાદ સામેથી આવતી જીજે-10-એફ-8979 નંબરની અલ્ટો કાર સાથે રીક્ષા અથડાતા ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં કાર ચાલક ભરતભાઈ બાબરિયાને માથામાં અને જયદીપભાઈને હાથમાં તથા શાંતાબેનને માથાના ભાગે તથા ભરતભાઈના પુત્ર તનેયને નાકમાં ઈજા પહોંચી હતી.

ગમખ્વાર અકસ્માતમાં છકડા ચાલકને બાઈકને હડફેટે લેતા ઘવાયેલા મગનભાઈ રૂપાભાઈ સાડમીયા (ઉ.વ.40), ભરતભાઈ હરીભાઇ બાબરિયા, જયદીપભાઈ, શાંતાબેન અને તનય (ઉ.વ.13) નામના પાંચ વ્યક્તિઓને ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. ત્યારબાદ ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં જ્યાં મગનભાઈ સાડમીયા નામના યુવાનનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. બનાવની કારચાલક ભરતભાઈ દ્વારા જાણ કરાતા પીએસઆઈ એચ.વી. પટેલ તથા સ્ટાફે હોસ્પિટલ અને ઘટનાસ્થળે પહોંચી જઇ છકડા રીક્ષાના ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular