Saturday, December 21, 2024
Homeરાજ્યગુજરાતહાલારના પાંચ સહિત રાજ્યના GAS કેડરના 67 અધિકારીઓની બદલી

હાલારના પાંચ સહિત રાજ્યના GAS કેડરના 67 અધિકારીઓની બદલી

જામનગરના સ્ટેમ્પ ડયુટીના ગ્રીષ્મા રાઠવાની જસદણ ખાતે, દ્વારકાના ડૉ. ભાર્ગવ ડાંગરની વડોદરા અને જામનગર ગ્રામ્ય પ્રાંત અધિકારી ધાર્મિક ડોબરીયાની હળવદ ખાતે બદલી : ડેપ્યુટી ડીડીઓ હર્ષવર્ધન જાડેજા ધારીના પ્રાંત અધિકારી : સુરેન્દ્રનગરના બ્રિજેશ કાલરીયા જામનગર ગ્રામ્ય પ્રાંત અધિકારી તરીકે

- Advertisement -

લોકસભાની ચૂંટણીની તૈયારીઓ પૂર્વે રાજય સરકાર દ્વારા ડેપ્યુટી કલેકટર કક્ષાના 38 અધિકારીઓની તથા 12 જીએએસ કેડેરના અધિકારીઓની વહિવટી વિભાગ દ્વારા બદલીના આદેશ કરવામાં આવ્યા હતા. જેમાં જામનગર અને દ્વારકાના પાંચ અધિકારીઓની પણ બદલી કરવામાં આવી છે.

- Advertisement -

આગામી 2024 લોકસભાની ચૂંટણી નજીક આવી રહી હોય જેથી ચૂંટણી પંચ દ્વારા 30 જાન્યુઆરી સુધીમાં અધિકારીઓની બદલી કરવાની ડેડલાઇન આપવામાં આવી છે. ત્યારે રાજય સરકાર ડેપ્યુટી કલેકટર દરજજાના 38 અધિકારીઓની બદલીના આદેશ કરવામાં આવ્યા છે. આ 38 અધિકારીઓમાં જામનગર સ્ટેમ્પ ડયુટીમાં ફરજ બજાવતા કુમારી ગ્રીષ્મા બી. રાઠવાની જસદણના પ્રાંત અધિકારી તરીકે દેવભૂમિ દ્વારકાના ડૉ. ભાર્ગવ ડાંગરની વડોદરા પ્રોટોકોલ કલેકટર ખાતે, જામનગર ગ્રામ્યના ધાર્મિક ડોબરીયાની હળવદના પ્રાંત અધિકારી તરીકે તેમજ જામનગરના ડેપ્યુટી ડીડીઓ હર્ષવર્ધન જાડેજાની ધારીના પ્રાંત અધિકારી તરીકે તથા જામનગરના ડીએસઓ અવનિબેન હરણની અમદાવાદ ખાતે બદલી કરવામાં આવી છે. તેની સામે સુરેન્દ્રનગરના વઢવાણના પ્રાંત અધિકારી બ્રિજેશ કાલરીયા જામનગર ગ્રામ્ય પ્રાંત અધિકારી તરીકે બદલીના આદેશ કરવામાં આવ્યો છે.

આ બદલીના આદેશમાં રાજકોટ, ભાવનગર, જામનગર, સુરેન્દ્રનગર, અમરેલી સહિતના અધિકારીઓનોસમાવેશ થાય છે. તેમજ મહેસુલ વિભાગ દ્વારા 28 અધિકારીઓની બદલી કરવામાં આવી છે. જેમાં જામનગર સીટી સર્વે સુપ્રિન્ટેન્ડ એસ.બી. ગધેથરીયાની વડોદરા તેમજ વી.વી. ઠુમરની જુેનાગઢ ખાતે તથા જામનગર જિલ્લા નિરીક્ષક જમીન દફતરના એફ.આર. કુબાવતની રાજકોટ ખાતે બદલી કરવામાં આવી છે. ઉપરાંત રાજકોટના એ.આર. દેવગંડાને જામનગર સીટી સર્વે સુપ્રિ.-1 તથા ડી.યુ. કંડોરીયાને સીટી સર્વે સુપ્રિ.-ર તેમજ રાજકોટના એસ.એચ. દવેની જામનગર હકકચોકસી અધિકારી સહિતના 24 અધિકારીઓની બદલીના સચિવ દ્વારા આદેશ કરવામાં આવ્યા છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular