Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરસ્થાનિક નેતાઓના અધિકાર પર તરાપ ?!

સ્થાનિક નેતાઓના અધિકાર પર તરાપ ?!

જે કામોનું લોકાર્પણ-ખાતમુહુર્ત સ્થાનિક નેતાઓ કરતાં હતાં તે કામ હવે મુખ્યમંત્રી કરશે !

- Advertisement -

સુસાશનના પાંચ વર્ષની ઉજવણી અંતર્ગત રાજય સરકાર આવતીકાલે શહેરીજન સુખાકારી દિવસ ઉજવવા જઇ રહી છે. જે અંતર્ગત રાજયના શહેરી વિસ્તારોમાં ઢગલાં બંધ કામોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કરવામાં આવશે. આ નિમિતે રાજયના મુખ્યમંત્રી જામનગર શહેરમાં રૂા.25.25 કરોડના કુલ 240 કામોનું ઇ-લોકાર્પણ, ઇ-ખાતમુહુર્ત કરશે. આ પૈકી મોટાં ભાગના કામો એવાં છે જેનું ખાતમુહુર્ત કે લોકાર્પણ અગાઉ સ્થાનિક નેતાઓ કરતાં હતાં. એટલે કે, મેયર, સ્ટેંડિગ ચેરમેન, ડેપ્યૂટી મેયર, વિપક્ષ કે સતાપક્ષના નેતા, કોર્પોરેટરો, સતાપક્ષના ઉચ્ચ પદાધિકારીઓ જેવાં સ્થાનિક નેતાઓ કરતાં હતાં. પરંતું હવે આ કામ રાજયના મુખિયા મુખ્યમંત્રી કરશે ! અર્થાત્ તેમની પાસે કોઇ કામ નહીં રહે. તેઓ સ્થાનિક કામોના આ પ્રકારના પ્રચારાત્મક કાર્યક્રમોનાં અધિકારથી વંચિત થઇ જશે !

- Advertisement -

થોડાં સમય પહેલાં યુપી સરકારે આ પ્રકારનો નવો ચિલો પાડયો હતો. ગુજરાત સરકાર પણ યુપી સરકારે ચાતરેલા આ ચિલાનું અનુકરણ કરી રહી હોય તેવું કામોની યાદી પરથી સ્પષ્ટ થઇ રહ્યું છે. જામનગરમાં આવતીકાલે શહેરીજન સુખાકારી દિવસ નિમિતે મુખ્યમંત્રી જે 240 કામોનું લોકાર્પણ, ખાતમુહુર્ત કરવા જઇ રહ્યા છે તેમાં શેરીઓમાં સીસીરોડ બનાવવા, બ્લોક બેસાડવા, કોમ્યુનિટી હોલ બનાવવા, પાણીના નિકાલ માટે ગટર બનાવવી, નંદઘર બનાવવા, એપ્રોચ રોડ બનાવવા, રસ્તા પહોળા કરવા, રિક્રીએશન પાર્કની જાળવણી કરવી, ભુર્ગભ ગટરની સફાઇ માટે જેટિંગ મશીન ખરીદવું, ડેમેજ સમ્પનું રિપેરિંગ કામ કરવું જેવાં કામોનો સમાવેશ થાય છે. એટલું જ નહીં બિલ્ડિંગને ડિમોલિસ કરવાના કામનો પ્રારંભ પણ મુખ્યમંત્રી કરાવશે ! અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ આ પ્રકારના કામોનો પ્રારંભ સ્થાનિક નેતાઓ અને કોર્પોરેટર કરાવતાં હતાં. હવે તે કામ મુખ્યમંત્રી કરાવશે. અર્થાત્ લોકો વચ્ચે રહેવાનો અને પ્રચારમાધ્યમોમાં ચમકવાની આ એક માત્ર તક પણ આ નેતાઓ પાસેથી છિનવાઇ જશે !

ઉપર દર્શાવેલાં કામો પૈકી એક પણ કામ એવું નથી જેનો સમાવેશ પરિયોજનામાં કરી શકાય. તમામ કામો રૂટિંન અને સામાન્ય વહિવટી પ્રક્રિયા અંતર્ગત કરવામાં આવતાં હોય છે. જે કોઇ પણ તંત્રની રોજબરોજની સામાન્ય પ્રક્રિયા છે. ત્યારે આ પ્રકારના નવતર અભિગમથી સ્થાનિક નેતાઓમાં થોડોક કચવાટ જોવા મળી રહ્યો છે.

- Advertisement -

જામનગરના 240 કામોની યાદી

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular