Sunday, July 21, 2024
Homeરાજ્યહાલારખંભાળિયા નજીક ટ્રેક્ટર પરથી અકસ્માતે નીચે પટકાયેલા યુવાનનું કરૂણ મૃત્યુ

ખંભાળિયા નજીક ટ્રેક્ટર પરથી અકસ્માતે નીચે પટકાયેલા યુવાનનું કરૂણ મૃત્યુ

- Advertisement -

ખંભાળિયાના શક્તિનગર વિસ્તારમાં રહેતા 25 વર્ષના એક અપરણિત સતવારા યુવાન ગઈકાલે ગુરુવારે સવારે દ્વારકા હાઈવે પર પદયાત્રીઓની સેવા માટે ડીજે સાથેના ટ્રેક્ટરમાં જઈ રહ્યા હતા, ત્યારે અકસ્માતે ટ્રેક્ટરમાંથી પટકાઈ પડતા ઇજાગ્રસ્ત હાલતમાં તેનું કમકમાટીભર્યું મૃત્યુ નીપજ્યું હતું.

- Advertisement -

આ કરૂણ બનાવની વિગત એવી છે કે ખંભાળિયા નજીકના શક્તિનગર વિસ્તારમાં રહેતા નિલેશ ધનજીભાઈ પાંચાભાઈ કણજારીયા નામના આશરે 25 વર્ષના ગઈકાલે ગુરુવારે સવારે આશરે અગિયારેક વાગ્યાના સમયે એક ટ્રેક્ટરમાં ડી.જે. લઈ અને દ્વારકા હાઈવે માર્ગ પર પદયાત્રી સેવા માટે જઈ રહ્યા હતા, ત્યારે ખંભાળિયાથી આશરે 15 કી.મી. દૂર હંસ્થળ ગામના પાટીયા પાસે ટ્રેક્ટરમાં જતી વખતે અકસ્માતે પટકાઈ પડતા ટ્રેક્ટરના ટ્રેલરનું તોતિંગ વ્હીલ તેના પર ફરી વળ્યું હતું. જેથી આ વિસ્તારના લોકો દ્વારા ઈમરજન્સી 108 ને જાણ કરવામાં આવી હતી અને તેને શરીરના જુદા જુદા ભાગોમાં ગંભીર ઈજાઓ સાથે અહીંની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવતા ફરજ પરના તબીબોએ તેને મૃત્યુ પામેલ જાહેર કર્યો હતો.

આ બનાવ અંગે મૃતકના ભાઈ હિતેશભાઈ ધનજીભાઈ કણજારીયાની ફરિયાદ પરથી ખંભાળિયા પોલીસે પૂરઝડપે અને ગફલતભરી રીતે ટ્રેકટર ચલાવવા સબબ જીજે-37-જે-7044 ના ચાલક નિમેશભાઈ નકુમ સામે જુદી-જુદી કલમ મુજબ ગુનો નોંધી, ધોરણસર કાર્યવાહી કરી હતી.

- Advertisement -

આશાસ્પદ યુવાનના આ પ્રકારે અકાળે મૃત્યુના સમગ્ર બનાવે મૃતકના પરિવારજનો સાથે સમગ્ર સતવારા સમાજમાં ભારે શોક સાથે અરેરાટી પ્રસરાવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular