જામનગર શહેરના દિગ્જામ સર્કલ પાસેથી એલસીબીની ટીમે મોબાઇલ ફોન ચોરીમાં સંડોવાયેલા તસ્કરને ચોરાઉ મોબાઇલ સાથે દબોચી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
બનાવની વિગત મુજબ, જામનગર શહેરના દિગ્જામ સર્કલ પાસેથી મોબાઇલ ચોર પસાર થવાની એલસીબીના મયુદ્દીન સૈયદ, અરજણ કોડીયાતર, વનરાજ મકવાણાને મળેલી બાતમીના આધારે પીઆઈ જે.વી. ચૌધરી તથા પીએસઆઇ આર.કે. કરમટા, એસ.પી. ગોહિલ, પી.એન. મોરી તથા સ્ટાફના સંજયસિંહ વાળા, હરપાલસિંહ સોઢા, ભરતભાઈ પટેલ, નાનજીભાઈ પટેલ, દિલીપભાઈ તલવાડિયા, હરદીપભાઈ ઘાઘલ, વનરાજભાઈ મકવાણા, ધાનાભાઈ મોરી, હિતેન્દ્રસિંહ જાડેજા, અરજણભાઈ કોડીયાતર, મયુદીનભાઈ સૈયદ, ક્રિપાલસિંહ જાડેજા, નિર્મળસિંહ જાડેજા, કિશોરભાઈ પરમાર, હરદીપભાઇ બારડ, ઋષિરાજસિંહ વાળા, મયુરસિંહ પરમાર, કલ્પેશભાઈ મૈયડ, ધર્મેન્દ્રસિંહ જાડેજા, દયારામ ત્રિવેદી, બિજલભાઈ બારાસરા સહિતના સ્ટાફે વોચ ગોઠવી બાતમી મુજબના શખ્સનેે આંતરીને દિનેશ કાના કોળી નામના શખ્સની તલાસી લેતા તેના કબ્જામાંથી રૂા.19,500 ની કિંમતના બે ચોરાઉ મોબાઇલ મળી આવતા પોલીસે દિનેશની ધરપકડ કરી આગળની તપાસ આરંભી હતી.