જામનગર ટ્રાફિક પોલીસ દ્વારા ઓવરસ્પિડ કાર ચાલકને ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ જામનગર ટ્રાફિક શાખાના ઇન્ચાર્જ પીઆઇ આર.એલ. કંડોરીયા, હેકો રાજેશ કરમુર સહિતના સ્ટાફ પેટ્રોલિંગમાં હતાં તે દરમિયાન શરુસેકશન રોડ ઉપર આવેલ સત્યમ હોટલ સામે રેલવે સ્ટેશન તરફથી આવતી જીજે-10 ડીએ-9999 નંબરની મોટરકાર ચાલક માણસોની જિંદગી જોખમાય તે રીતે પૂરઝડપે અને ગફલતભરી રીતે મોટરકાર ચલાવી આવતો હોય, તેને રોકવા જતાં આરોપીએ પોતાની મોટરકાર ઉભી રાખી ન હતી અને નાશી ગયો હતો. આથી ટ્રાફિક પોલીસ દ્વારા શહેર વિસ્તારમાં શખત પેટ્રોલિંગ ચાલુ રાખી હાલારી રાજપૂત સમાજ તરફથી આ મોટરકાર આવતાં મોટરકારમાંથી ભાવિન હિંમત દેવમુરારી નામના શખ્સને ઝડપી લઇ સીટી-બી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.