Friday, December 5, 2025
HomeUncategorizedઆજે નોટબંધીના નવ વર્ષ પૂર્ણ થયા

આજે નોટબંધીના નવ વર્ષ પૂર્ણ થયા

કેટલાંક દિવસો માનવ મગજમાં છપાય જતા હોય છે કેટલીક ક્ષણો જે-તે સ્થિતિમાં માણસની મનોપટલ પર આબેહુબ આવી જતી હોય છે. તેવી જ એક ક્ષણ છે નોટબંધી જેને આજે નવ વર્ષ પુરા થયા છે. જ્યારથી 1000 ની નોટો ગઈ અને રૂા.2000 ની નોટો આવી અને ગઈ! સરકારે દાવો કર્યો હતો કે નોટબંધીનો હેતુ કાળા નાણાં અને નકલી ચલણને રોકવાનો હતો પરંતુ, વિચારવા જેવું છે શું આ લક્ષ્યો પ્રાપ્ત થયા…?

- Advertisement -

8 નવેમ્બર 2016 ના રાત્રે 8 વાગ્યે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ અચાનક રાષ્ટ્રને સંબોધન કરવા માટે ટેલીવીઝન પર આવ્યા અને રાષ્ટ્રને સંબોધન કરતા જણાવ્યું કે, રૂા.500 અને રૂા.1000ના દરની નોટો તાત્કાલિક બંધ કરવાની જાહેરાત કરી જેનાથી સમગ્ર દેશ સ્તબ્ધ થઈ ગયો. આ એ ક્ષણ છે કે જેને આજે નવ વર્ષ પૂર્ણ તથયા છે પરંતુ, એ દ્રશ્ય આજે પણ યાદ છે તે દિવસે થયેલી તે જાહેરાતે દેશની અર્થવ્યવસ્થા, બજારો અને સામાન્ય માણસથી લઇને ઉચ્ચ વર્ગ સુધીના દરેકને હચમચાવી મુકયુ હતું.

રૂા.500 અને રૂા.1000 ની નોટોના નોટબંધીથી સિસ્ટમમાં રોકડની તંગી ઉભી થઈ પરિણામે રૂા.2000 ની નોટ પ્રથમ વખત તાત્કાલિક જારી કરવામાં આવી. આરબીઆઈ એ બજારમાં રોકડ પ્રવાહ વધારવા 2000 રૂિ5યાની નવી નોટો વહેતી કરી છતાં મહિનાઓ સુધી લોકોને રોકડ માટે બેંકો અને એટીએમ બહાર લાંબી કતારોમાં ઉભા રહેવાની ફરજ પડી હતી.

- Advertisement -

કેટલાંક કિસ્સાઓમાં મહિલાઓને પણ મુશ્કેલીઓ ઉભી થઈ હતી તો કયાંક મહિલાઓ દ્વારા ભેગા કરેલા રૂપિયાના કારણે ઘરના મોભીને પણ ભીસ પડી હતી. ત્યારબાદ 10 નવેમ્બર 2016 ના આરબીઆઈએ 500 ની નવી નોટો જારી કરી હતી અને 2017 માં 2000 ની નવી નોટો જારી કરવામાં આવી હતી. જો કે, 2023 માં 2000 રૂપિયાની નોટને ચલણમાંથી પાછી ખેંચવાની જાહેરાત કરી હતી પરંતુ, કાયદેસર ટેન્ડર રહિત મતલબ કે આ નોટો હજુ પણ માન્ય છે પરંતુ, તે હવે બેંકોમાંથી ઉપલબ્ધ રહેશે નહીં. સરકાર કહે છે કે, નોટબંધીનો હેતુ કાળા નાણાં, આતંકવાદી ભંડોળ અને નકલી ચલણને રોકવાનો હતો પરંતુ,પ્રશ્ન એ થાય છે કે, શું નોટબંધી એ તેના લક્ષ્યો હાંસલ કર્યા ખરા ?

આંકડા દર્શાવે છે કે, આશરે રૂા.15.44 લાખ કરોડમાંથી રૂા.15.31 લાખ કરોડ બેન્કીંગ સિસ્ટમમાં પાછા ફર્યા આનો અર્થ એ થયો કે, 99 ટકા પૈસા ‘વ્હાઈટ’ થઈ ગયા. નકલી નોટો ચોક્કસપણે ઓછી થઈ પરંતુ તે સંપૂર્ણપણે અદ્રશ્ય થઈ નથી. દરેક સિક્કાની બે બાજુ હોય તેમ જો નોટબંધીના જમા પાસાની વાત કરીએ તો નોટબંધીથી ડિજિટલ પેમેન્ટનો માર્ગ ખુલ્લો છે. નોટબંધી પછી દેશમાં ડિજિટલ પેમેન્ટનો ઉપયોગ ઝડપથી વધ્યો છે. જેને નોટબંધીની સૌથી મોટી સિધ્ધી ગણાવી શકાય છે.

- Advertisement -

પેટીએમ, ફોન – પે અને ગુગલ પે જેવી એપ્સે દરેક ગામમાં વ્યવહારો બદલી નાખ્યા છે. આજે મોટાભાગના લોકો ઓનલાઈન ડીજીટલ પેમેન્ટ વાપરતા થઈ ગયા છે. યુપીઆઈ દ્વારા દરરોજ 14 કરોડથી વધુના વ્યવહારો પ્રક્રિયા કરવામાં આવે છે. નાના દુકાનદારોથી લઇને શાકભાજીવાળા, ડેરીવાળા, નાના મોટા વ્યાપારીઓ સહિત દરેક સ્થાનો પર કયુઆર સ્કવોર્ડ દ્વારા ચૂકવણી કરવામાં કે સ્વીકારવામાં આવી રહી છે. નોટબંધીના એક જ વર્ષમાં ડિજિટલ અર્થતંત્રમાં મોટો ઉછાળો જોવા મળ્યો હતો.

પરંતુ, તેવા પણ કેટલાંય ઉદ્યોગો છે કે વેપારીઓને નોટબંધીનો માર પડયો હતો અને તેને ફરી પ્રવાહમાં આવતા ખાસ્સો સમય લાગી ગયો હતો. નોટબંધીથી જીડીપીમાં ઘટાડો થયો હતો. ત્યારે નોટબંધીથી કાળા નાણા નાબુદ થયા કે કેમ તે તો હજુ પણ ચર્ચાનો વિષય બની રહ્યો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular