કાલાવડ તાલુકાના નાની નાગાજર ગામની સીમમાં આવેલા ખેતરના કૂવા પાસે મોટર ચાલુ કરવા જતા યુવકનુ વીજશોક લાગતા મોત નિપજ્યું હતું.
આ અંગેની વિગત મુજબ કાલાવડ તાલુકાના નાની નાગાજર ગામની સીમમાં આવેલા ખેતરમાં મજૂરીકામ કરતા રાહુલભાઇ જસુભાઇ ભુરિયા (ઉ.વ.20) નામનો યુવક ગત તા.2ના રોજ રાત્રિના સમયે તેના ખેતરમાં આવેલા કૂવા પાસે રહેલી મોટર ચાલુ કરવા જતા સમયે કોઇ કારણસર પગમાં વીજશોક લાગતા બેશુધ્ધ થઇ ગયો હતો. ત્યારબાદ યુવકને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવતા જ્યાં તેનું મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યું હતું. આ અંગે મૃતકના પિતા જસુભાઇ દ્વારા જાણ કરાતા હે.કો.વી.જે.જાદવ તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પી.એમ. માટે મોકલી આગળની તપાસ હાથ ધરી હતી.