Wednesday, November 13, 2024
Homeરાજ્યહાલારપગના દુખાવાથી કંટાળીને પ્રૌઢે ટ્રેન હેઠળ ઝંપલાવ્યું

પગના દુખાવાથી કંટાળીને પ્રૌઢે ટ્રેન હેઠળ ઝંપલાવ્યું

પાંચ વર્ષથી પગના ઘૂંટણનો દુ:ખાવો : સારવાર છતા દુ:ખાવો ન મટતા આપઘાત : પોલીસ દ્વારા મૃતદેહનો કબ્જો સંભાળી તપાસ

- Advertisement -

કલ્યાણપુર તાલુકાના રાવલ ગામમાં રહેતા પ્રૌઢને પાંચ વર્ષથી થયેલા પગના ઘુંટણના દુખાવાની સારવાર કરાવવા છતાં દુ:ખાવો મટતો ન હતો. જેથી જિંદગીથી કંટાળી કુરંગા નજીક ટ્રેન હેઠળ ઝંપલાવી આપઘાત કર્યો હતો.

- Advertisement -

બનાવની વિગત મુજબ, કલ્યાણપુર તાલુકાના રાવલ ગામે રહેતા પાલાભાઈ સામનભાઈ ગામી નામના 55 વર્ષના કોળી પ્રૌઢને છેલ્લા પાંચેક વર્ષથી પગના ઘૂંટણમાં દુખાવો થતો હોય, આ દુખાવાની તેમણે ઘણા સમયથી દવાઓ લીધી હતી. તેમ છતાં પગનો આ દુખાવો મટતો ન હતો. જેથી કંટાળીને તેમણે ગઈકાલે દ્વારકા નજીકના કુરંગા ગામ પાસેના રેલવે ટ્રેક પરથી પસાર થઈ રહેલી ટ્રેન હેઠળ ઝંપલાવી દેતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગે મૃતકના પુત્ર લાખાભાઈ દ્વારા જાણ કરાતા દ્વારકા પોલીસે સ્થળ પર પહોંચી જઈ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular