જોડિયા તાલુકાના બેરાજા ગામમાં રહેતાં પ્રૌઢને ત્રણ વર્ષથી લીવરની બીમારી થઈ હતી અને બીમારીની સારવાર છતાં તબિયતમાં કોઇ સુધારો ન થતા જિંદગીથી કંટાળી તેના ઘરે રૂમમાં ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી.
બનાવની વિગત મુજબ, જોડિયા તાલુકાના બેરાજા ગામમાં રહેતા ભાણજીભાઈ કાનજીભાઈ ચાવડા (ઉ.વ.55) નામના પ્રૌઢને ત્રણ વર્ષથી લીવરની બીમારી થઈ હતી આ બીમારીની સારવાર કરાવવા છતાં તબિયતમાં કોઇ સુધારો થતો ન હોવાથી જિંદગીથી કંટાળીને મંગળવારે બપોરના સમયે તેના ઘરે રૂમના પંખામાં સાડી વડે ગળેફાંસો ખાઈ આત્મહત્યાનો પ્રયાસ કરતા પ્રૌઢને બેશુદ્ધ હાલતમાં હોસ્પિટલે ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં તેમનું મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું. બનાવ અંગેની મૃતકના પુત્ર અનિલભાઈ દ્વારા જાણ કરાતા હેકો એમ. એમ. ભીમાણી તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી આગળની તપાસ હાથ ધરી હતી.