કાલાવડ ગામમાં આંબેડકરનગરમાં રહેતો અને અપરિણીત એકલવાયા જીવનથી કંટાળેલા યુવાને તેના ઘરે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતા સારવાર દરમિયાન હોસ્પિટલમાં મોત નિપજ્યું હતું.
મળતી વિગત મુજબ, કાલાવડ ગામમાં આવેલા આંબેડકરનગરમાં રહેતો અને ડ્રાઈવિંગ કરતો ગીરીશભાઈ વાલજીભાઈ રાખસિયા (ઉ.વ.30) નામનો અપરિણીત યુવાન એકલાવાયા જીવનથી કંટાળી ગયો હતો. જેથી યુવાને શુક્રવારે બપોરના સમયે તેના ઘરે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતા નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં સારવાર દરમિયાન મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કરતાં આ અંગેની મૃતકના ભાઈ કાનજીભાઈ દ્વારા જાણ કરાતા હેકો વી.ડી.ઝાપડીયા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.