જામનગર શહેરમાં પાર્વતીદેવી વિદ્યા મંદિર શાસ્ત્રી ત્ર્યંબકરામ હાઇસ્કૂલ દ્વારા દરવર્ષની જેમ આ વર્ષે પણ બોર્ડની પરીક્ષામાં ઉચ્ચ પરિણામ મેળવવાની પરંપરા જાળવી રાખી છે.
પાર્વતીદેવી વિદ્યાલયના ત્રણ વિદ્યાર્થીઓ એ-1 ગ્રેડ સાથે ઉત્તિર્ણ થઇ તેના પરિવાર તથા શાળાનું ગૌરવ વધાર્યું છે. આ ત્રણેય વિદ્યાર્થીઓને શાળાના પ્રિન્સિપાલ ઓમભાઇ શાસ્ત્રી, પ્રિતીબેન શાસ્ત્રી તથા ચંદ્રેશભાઇ સોનછાત્રા સહિતના શિક્ષકોએ અભિનંદન પાઠવી ઉત્તરોતર પ્રગતિની શુભેચ્છા આપી હતી.