સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર 30 ઓગસ્ટથી અમુક ફેરફાર થવા જઇ રહ્યા છે. જેમાં 30 ઓગસ્ટથી ઇન્સ્ટાગ્રામ સ્ટૉરીઝમાં “swipe-up” લિન્કને દુર કરવામાં આવશે. તેની જગ્યાએ હવેથી લિંક સ્ટીકર ઉપલબ્ધ થશે. આ ફીચર દ્વારા બીઝનેસ અને હાઈ પ્રોફાઈલ ક્રીએટર્સ પોતાની સ્ટૉરીના વ્યૂઅર્સને એક વેબસાઇટ પર જવાની અનુમતી આપે છે. કંપનીનુ કહેવુ છે કે, “સ્વાઇપ-અપ” કૉલ ટૂ એક્શનની જગ્યાએ ઇન્સ્ટાગ્રામ યૂઝર્સ જેની પાસે પહેલાથી આ ફિચર હતુ તે નવી લિન્ક સ્ટીકરનો યૂઝ કરી શકશે.
ઇન્સ્ટાગ્રામનુ કહેવુ છે કે આ તે લોકોને પરિવર્તિત કરવાનુ શરૂ કરી દેશે. જેમની પાસે 30 ઓગસ્ટ, 2021થી લિન્ક સ્ટિકર માટે સ્વાઇપ-અપ લિન્ક સુધી એક્સેસ છે. આમાં તે બિઝનેસ અને ક્રિએટર્સ સામેલ થશે, જે વેરિફાઇડ છે કે પછી જેમને ફોલોઅર્સની સંખ્યા માટે સીમા પુરી કરી લીધી છે. Polls, questions અને location સ્ટિકરની જેમ લિન્ક સ્ટિકર ક્રિએટર્સને અલગ અલગ સ્ટાઇલની વચ્ચે ટૉગલ કરવા આપે છે. સ્ટિકરની સાઇઝ બદલે છે અને પછી આને વધુમાં વધુ એન્ગેઝમેન્ટ માટે સ્ટૉરી પર પ્લેસ કરી દે છે. આ ઉપરાંત વ્યૂઅર્સ હવે કોઇપણ સ્ટૉરીની જેમ લિન્ક સ્ટિકર એટેચ્ પૉસ્ટ પર રિએક્શન અને રિપ્લાય આપી શકશે.
swipe-up વાળી લિંકમાં યુઝર્સ ફીડબેક આપી શકતા નથી. પરંતુ હવે લિંક સ્ટીકરમાં આ ઓપ્શન ઉપલબ્ધ થશે. કંપનીએ કહ્યું કે આ સ્ટિકર જૂનમાં કેટલાક યૂઝર્સ સાથે ટેસ્ટ કરવામાં આવ્યુ હતુ, પરંતુ 30 ઓગસ્ટથી આને વધુ યૂઝર્સ માટે રૉલઆઉટ કરી દેવામાં આવશે.