Tuesday, December 24, 2024
Homeરાજ્યજામનગર5-નવતનપુરી ધામ ખિજડા મંદિરમાં સંતો-મહંતોના હસ્તે મહાઆરતી

5-નવતનપુરી ધામ ખિજડા મંદિરમાં સંતો-મહંતોના હસ્તે મહાઆરતી

- Advertisement -

જામનગરમાં 5 નવતનપુરી ધામ ખીજડા મંદિર ખાતે મહામતિ પ્રાણનાથના 405માં પ્રાગટ્ય મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી છે. સવારે 10 કલાકે મહામતિ પ્રાણનાથજીના પ્રાગટ્યની કૃષ્ણ પ્રણામી ધર્માચાર્ય 108 કૃષણમણીમહારાજ, કરનાલ કૃષ્ણ પ્રણામી મંદિરના આચાર્ય 108 જગતરાજ મહારાજ, પુ. લક્ષ્મણદેવજી મહારાજ,પૂ. ચંદનસૌરભ મહારાજ સહિતના સંતો મહંતોના હસ્તે મહાઆરતી કરવામાં આવી હતી. આ પ્રસંગે 5 નવતનપુરી ધામ ખીજડા મંદિરના શિખર ઉપર નૂતન ધ્વજારોહણ પણ કરવામાં આવ્યું હતું. પ્રાણનાથ પ્રાગટ્ય મહોત્સવ ની આરતી પ્રસંગે ટ્રસ્ટીઓ, વિવિધ મહાનુભાવો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે પ્રાણનાથ પ્યારે કી જય અને ધર્મમયી નારાઓ સાથે સમગ્ર મંદિર પરિસર ગુંજી ઉઠી હતો અને ધાર્મિક વાતાવરણ સર્જાયું હતું. સવારથી જ મોટી સંખ્યામાં જામનગર અને આસપાસના ગ્રામ્ય વિસ્તાર તેમજ દેશ-વિદેશ ઉપરાંત અન્ય રાજ્યોમાંથી પણ મોટી સંખ્યામાં સુંદરસાથજી ભાવિકો ઉપસ્થિત રહ્યા હતા. જામનગરમાં પ્રાણનાથ પ્રાગટ્ય મહોત્સવની વિશાળ શોભાયાત્રા નું પણ આયોજન કરાયું છે. આ શોભાયાત્રા 5 નવતનપુરી ધામથી નીકળી શહેરના વિવિધ માર્ગો પર ફરી મહામતી પ્રાણનાથજીના પ્રાગટ્ય મહોત્સવ પ્રસંગે પ્રાણનાથ મેડી મંદિર ખાતે પહોંચી આરતી ધ્વજારોહણ કરવામાં આવશે અને બાદમાં ફરી ખીજડા મંદિર ખાતે આ શોભાયાત્રા સંપન્ન થશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular