Tuesday, March 19, 2024
Homeરાજ્યગુજરાતમતગણતરીને લઇને ચુંટણીપંચે જાહેર કરી માર્ગદર્શિકા

મતગણતરીને લઇને ચુંટણીપંચે જાહેર કરી માર્ગદર્શિકા

- Advertisement -

રાજ્યની મહાનગર પાલિકાની ચૂંટણીઓને લઈને તૈયારીઓ પુર જોશમાં ચાલી રહી છે જયારે ચુંટણપંચ દ્રારા મતગણતરીને લઇને માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. આ સિવાય સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને પણ ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. જેનું તમામે પાલન કરવાનું રહેશે. તેવું ચૂંટણીપંચ દ્રારા જણાવવામાં આવ્યું છે.

- Advertisement -

મત ગણતરીને લઈને ચૂંટણીપંચની માર્ગદર્શિકા

મત ગણતરી હોલમાં ૭થી વધુ ટેબલ ગોઠવી શકાશે નહી.

- Advertisement -

તમામ સ્ટાફે ફરજીયાત માસ્ક પહેરવાનું રહેશે. આ સાથે જ હોલને સેનીટાઈઝ રાખવાનો રહેશે.

સોશિયલ ડીસ્ટન્સ જળવાઈ તે રીતે હોલનું આયોજન કરવાનું રહેશે.

- Advertisement -

યોગ્ય પબ્લિક એડ્રેસ સિસ્ટમ ગોઠવવાનિ સુચના આપવામાં આવી છે.

જો મતગણતરી એજન્ટ કોરોના પોઝિટિવ જણાય તો અન્યની નિમણૂંક કરી શકાશે.

થર્મલ ગનની વ્યવસ્થા રાખવાની રહેશે.

આ સિવાય સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ચૂંટણીપંચે માર્ગદર્શિકા બહાર પાડી છે તેમાં જણાવ્યું છે કે શક્ય હોય ત્યાં સુધી ઓનલાઈન પ્રચાર કરવામાં આવે. રાજ્યમાં મેળાવડા માટે જિલ્લાના અધિકારીઓને જવાબદારી સોંપાઈ છે. ઉમેદવારે ડોર ટુ ડોર પ્રચાર માટે પાંચ વ્યક્તિઓને જ મંજૂરી આપવામાં આવી છે. કોવિડ સંક્રમણ રોકવા અને નિયમોના પાલન માટે રાજ્ય કક્ષાએથી લઈ નગરપાલિકાઓ અને તાલુકા કક્ષાએ નોડલ ઓફિસરની નિમણૂક કરવાના નિર્ણય કરવામાં આવ્યો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular