ઘણા લોકો કોલ રેકોડિંગને લઈને ખૂબ જ બેચેન હોય છે. ગૂગલ પ્લે સ્ટોર પર ઘણી કોલ રેકોડિંગ એપ્સ પણ ફ્રીમાં ઉપલબ્ધ છે, જો કે છેલ્લા કેટલાક મહિનાઓથી ગૂગલે કોલ રેકોડિંગ શરૂ થતાં જ યુઝર્સને એલર્ટ આપવાનું શરૂ કરી દીધું છે અને હવે સમાચાર છે કે કંપની તેને સંપૂર્ણપણે બંધ કરવા જઈ રહી છે. આ નવી પોલિસી 11મી મે 2022થી લાગુ થશે. છયમશિં યુઝરના દાવા મુજબ, ગૂગલ ટૂંક સમયમાં એક અપડેટ જાહેર કરશે જેના પછી એન્ડ્રોઇડ ફોનમાં કોલ રેકોડિંગ બંધ થઈ જશે. આ તકે નોંધ લેવી રહી કે કોલ રેકોડિંગ ફીચર પહેલાથી આઇફોનમાં નથી. ગૂગલની નવી પોલિસી 11 મેથી લાગુ થશે, ત્યારબાદ એન્ડ્રોઇડ ફોન પર થર્ડ પાર્ટી કોલ રેકોડિંગ બંધ થઈ જશે.
આ પહેલીવાર નથી જ્યારે ગૂગલે કોલ રેકોડિંગને બંધ કરવાનો પ્રયાસ કર્યો હોય. અગાઉ એન્ડ્રોઇડ 10 સાથે, ગૂગલે તેના ફોનમાંથી કોલ રેકોડિંગ ફીચર હટાવી દીધું હતું. ગૂગલનું કહેવું છે કે યુઝર્સની પ્રાઈવસી અને સિક્યોરિટીના સંદર્ભમાં ફોનમાં કોલ રેકોડિંગ હોવું યોગ્ય નથી. વિવિધ દેશોમાં કોલ રેકોડિંગ માટે અલગ અલગ કાયદા છે. ગૂગલના આ નિર્ણય પછી,truecaller અને acr જેવી ઘણી થર્ડ પાર્ટી એપ્સે ફોન કોલ્સ રેકોર્ડ કરવા માટે accessibility apiનો ઉપયોગ કરવાનું શરૂ કયું, જોકે ગુગલ ટૂંક સમયમાં કોલ રેકોર્ડ માટે accessibility api નો ઉપયોગ બંધ કરવાની તૈયારી કરી રહ્યું છે. ગૂગલના આ નિર્ણયનો અર્થ એ નથી કે યુઝર્સ હવે કોલ રેકોર્ડ કરી શકશે નહીં. જો તમારા ફોનમાં કોલ રેકોડિંગની સુવિધા છે તો તમે આરામથી કોલ રેકોર્ડ કરી શકશો, પરંતુ તમે અન્ય કોઈપણ એપ દ્વારા કોલ રેકોર્ડ કરી શકશો નહીં. તમને જણાવી દઈએ કે સેમસંગ થી લઈને વનપ્લસ, xiaomi જેવી તમામ કંપનીઓના ફોનમાં ઈન-બિલ્ટ કોલિંગ રેકોડિંગની સુવિધા ઉપલબ્ધ છે.