લાલપુર તાલુકાના સાઝડીયારી ગામ પાસે આવેલા અવાવરુ પહાડી વિસ્તારમાં સરકારી ખરાબાની સર્વે નં. 24/1માં લગાડેલા ટ્રાન્સફોર્મરમાંથી 32000ની કિંમતની ઓઇલ અને 15 કિલો કોઇલની તસ્કરો ચોરી કરી ગયા હતાં.
આ અંગેની વિગત મુજબ લાલપુર તાલુકાના સાઝડીયારી ગામની સીમમાં આવેલા અવાવરુ પહાડી સરકારી ખરાબા સર્વે નં. 24/1માં સર્વોદય જહાજ એન્ટરપ્રાઇઝવાળી જગ્યામાં પીજીવીસીએલના ટ્રાન્સફોર્મરમાંથી સરકારી 22 ઓગસ્ટથી તા. 9 જાન્યુઆરી સુધીના સમય દરમિયાન અજાણ્યા તસ્કરોએ ટ્રાન્સફોર્મરમાંથી રૂા. 7000ની કિંમતની 110 લિટર ઓઇલ તેમજ ટ્રાન્સફોર્મરમાં રહેલી રૂા. 25000ની કિંમતની 15 કિલો કોઇલ મળી કુલ રૂા. 32000નો સામાન ચોરી કરી ગયા હતાં. આ અંગેની જાણ થતાં પીજીવીસીએલના નાયબ ઇજનેર ગોવિંદભાઇ ખરાડી દ્વારા જાણ કરાતાં એએસઆઇ ડી.સી. ગોહિલ તથા સ્ટાફે સ્થળ પર પહોંચી જઇ અજાણ્યા શખ્સો વિરુધ્ધ ચોરીનો ગુનો નોંધી તપાસ આરંભી હતી.