Thursday, December 26, 2024
Homeઆંતરરાષ્ટ્રીયયુક્રેન પર અત્યાર સુધીનો સૌથી ભીષણ હુમલો

યુક્રેન પર અત્યાર સુધીનો સૌથી ભીષણ હુમલો

રાજધાની કિવ પર કબજો કરવા રશિયાએ દાગી 70 મિસાઇલો : નાટો અને પશ્ર્ચિમી દેશો પાસે ઝેલેન્સ્કીએ માંગી મદદ

- Advertisement -

રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધના 10 મહિના બાદ રશિયા ફરી એકવાર કિવ પર કબાજો કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. યુક્રેનના અધિકારીઓએ કહ્યું હતું કે યુદ્ધની શરૂઆચ પછીના તેના સૌથી મોટા હુમલાઓમાં રશિયાએ શુક્રવારના રોજ યુક્રેન પર 70થી વધુ મિસાઈલો છોડી હતી. તેની અસરથી કીવમાં 3 લોકોના મોત થઈ ગયા હતા. ખેરસોનમાં એકનું મોત થઈ ગયું હતું. ત્યારે લોકો ભયના કારણે ઘર છોડીને સ્ટેશનો અને રાહત શિબિરોમાં આશરો લઈ રહ્યા છે. યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ ફરી એકવાર રશિયાનો સામનો કરવા માટે પશ્ચિમી દેશોની મદદ માંગી છે.

- Advertisement -

સાંજે પોતાના સંબોધનમાં યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડિમીર ઝેલેન્સકીએ ફરી એકવાર રશિયા પર હુમલો કરતા કહ્યું હતું કે રશિયા પાસે હજુ પણ યુક્રેનને નુકસાન પહોંચાડવા માટે પૂરતા હથિયાર અને મિસાઈલો છે. તેમણે પશ્ચિમી દેશોને ફરીથી કિવને વધુ અને સારી હવાઈ સંરક્ષણ પ્રણાલીઓ સપ્લાય કરવા વિનંતી કરી હતી. આ અગાઉ રશિયન મીડિયાએ દાવો કર્યો હતો કે રશિયાના કબજા હેઠળના વિસ્તારમાં યુક્રેન દ્વારા હવાઈ હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં 12 લોકોના મોત થયા હતા.

ઝેલેન્સકીએ કહ્યું હતું કે યુક્રેન વાપસી કરવા માટે ખૂબ જ મજબૂત છે. આ અગાઉ ગુરૂવારના રોજ કીવે આશંકા વ્યક્ત કરી હતી કે મોસ્કોએ આગામી વર્ષની શરૂઆતમાં 24 ફેબ્રુઆરીના આક્રમણથી લગભગ એક વર્ષ બાદ એક નવા ઓલ આઉટ આક્રમણની યોજના બનાવી રહ્યું છે. 24 ફેબ્રુઆરીના આક્રમણમાં મિસાઈલો અને આર્ટિલરીથી યુક્રેનના વિશાળ ભાગને તોડી નાખ્યો હતો પરંતુ રશિયન સેના દ્વારા તેનો ખૂબ જ ઓછો હિસ્સો લેવામાં આવ્યો હતો. યુક્રેનની વાયુસેનાએ કહ્યું હતું કે રશિયાએ તેના હવાઈ સંરક્ષણનું ધ્યાન ભટકાવવા માટે યુક્રેનની નજીક યુદ્ધવિમાન ઉડાડ્યા હતા. તેના આર્મી ચીફે જણાવ્યું હતું કે 76માંથી 60 રશિયન મિલાઈલોને તોડી પાડવામાં આવી હતી પરંતુ ઉર્જા મંત્રી જર્મન ગાલુશ્ચેન્કોએ કહ્યું હતું કે ઓછામાં ઓછા નવ વીજ ઉત્પાદન પ્લાન્ટને નુકસાન થયું છે. મોસ્કોનું કહેવું છે કે આ હુમલાનો હેતુ યુક્રેનની સેનાને નિષ્ક્રિય કરવાનો છે. રાજધાની કીવમાં એક રેલ્વે સ્ટેશનમાં આશ્રય માટે જઈ રહેલી 53 વર્ષી લિડિયા વાસિલીવાએ કહ્યું હતું કે, ’તેઓ અમારો નાશ કરવા માંગે છે અને અમને ગુલામ બનાવવા માંગે છે પરંતુ અમે શરણાગતિ સ્વીકારીશું નહીં. અમે સહન કરીશું.’

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular