જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા અંધાશ્રમ પાસે આવેલા 1404 આવાસ જર્જરીત હોય. તેની પાડતોડ માટે પહોંચી હતી. પરંતુ વપરાશ કરતાઓે વિરોધ કરતા તેઓને મુદ્ત આપી જામ્યુકોની ટીમ પરત ફરી હતી.
જામનગર મહાનગરપાલિકા દ્વારા અંધાશ્રમ 1404 આવાસ જર્જરીત થયા હોય. જેને ખાલી કરવા માટે આવાસ ધારકોને અગાઉ સૂચના અને નોટિસો આપી હતી. તેમ છતાં આવાસ ખાલી કરવા માટે કોઇ કાર્યવાહી કરવામાં ન આવતા ગત તા. 15 જૂનના રોજ ત્રણ દિવસમાં તમામ આવાસોમાંથી સામાન ખાલી કરવા આખરી નોટિસ આપવામાં આવી હતી. આમ છતાં પણ જર્જરિત આવાસનો વપરાશ ચાલુ હોય આગામી ચોમાસાની સીઝનને ધ્યાને લઇ સલામતીના ભાગરૂપે જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા સહિતની ટીમો પોલીસ બંદોબસ્ત સાથે પાડતોડ કાર્યવાહી માટે પહોંચી હતી. ત્યારે બીજી તરફ ચોમાસુ નજીક છે આથી આવાસના લોકોએ વૈકલ્પિક વ્યવસ્થાની માંગણી કરી હતી. આવાસ ધારકો દ્વારા પાડતોડ કામગીરીનો વિરોધ કરવામાં આવતાં એસ્ટેટ શાખાની ટીમ દ્વારા આવાસ ધારકોને સમય આપી પાડતોડ કર્યા વિના ટીમ પરત ફરી હતી.