મરી-મસાલા વિહોણું ભોજન અધૂરૂ છે અને તેજાના વગર રસોઈ શક્ય નથી એમ કહેવામાં અતિશયોક્તિ નથી ત્યારે આ વર્ષે મરી-મસાલાનો ભાવ વધારાએ રસોઈનો સ્વાદ ફિક્કો કર્યો છે.! હાલ ચાલી રહેલ મસાલાની સીઝનમાં જામનગર સહીત રાજ્યભરમાં વધી ગયેલ ભાવના કારણે ગ્રાહકોની ખોટ વર્તાઈ રહી છે. ગ્રાહકો ના છૂટકે કરકસર કરવા મજબુર થઇ રહ્યા છે.
રસોઈ ત્યારે જ પૂર્ણ થઇ શકે જયારે મરી-મસાલાનું સંયોજન થાય…એ મેનુ શાક હોય કે પછી અથાણું હોય… મસાલાના ઉપયોગ વગર આ મેનુ શક્ય નથી….ત્યારે વધી રહેલ મોંઘવારીનો ડામ આ મસાલાને પણ દઝાડી રહ્યો છે…છેલ્લા એક વર્ષમાં મસાલાના ભાવમાં ખાસ્સો વધારો નોંધાયો છે….જેને કારણે રસોડાના બજેટ પર વ્યાપક અસર પડી છે….સામાન્ય રીતે લોકો સમગ્ર વર્ષના મસાલાની એક સાથે ખરીદી કરતા હોય છે. જેમાં મરચું, હળદર, ધાણા, જીરું સહીતનો સમાવેશ થાય છે. વર્ષે જે પરિવાર દસ કિલો મસાલો ખરીદી કરતો તે હવે છ-આઠ કિલો ખરીદી કરી રહ્યો છે તે આ ભાવ વધારાએ લોકોને મસાલામાં પણ લોભ-કરકસર કરવા મજબુર બન્યો છે. દર વર્ષે મોટાભાગની ખાદ્ય ચીજ વસ્તુઓમાં ભાવ વધારો થતો જ હોય છે. પરંતુ મસાલાના ભાવમાં આ વર્ષે થયેલ વધારો ઘરના રસોડા પર કાપ મુકનારો બની રહ્યો છે.
આ વર્ષે મરચાની વાત કરીએ તો કાશ્મીરી મરચું એક રૂપિયા 500થી 550માં વેચાણ થઇ રહ્યું છે. જે ગત વર્ષ કરતા એક સો રૂપિયાનો ભાવ વધારો દર્શાવે છે. એ જ રીતે સ્થાનિક મરચી હાલ 280થી 320 રૂપિયામાં મળે છે જે ગયા વર્ષે 240થી 270 રૂપિયામાં મળતું હતું. તેજા મરચી- અને ગોંડલ રેશમ પટ્ટો મરચી 280થી 320 ભાવ બોલાઈ રહ્યો છે. જે ગત વર્ષે 200થી 240 ભાવે મળતું હતું. જયારે હળદર રૂપિયા 220નો ભાવ બોલાઈ રહ્યો છે. જે ગત વર્ષે 160થી 180 ભાવે મળતી હતી. તો જીરુંનો તડકો પણ મોંઘો બન્યો છે. ગત વર્ષે જીરું રૂપિયા 230થી 250 ભાવે મળતું હતું જે આ વર્ષે રૂપિયા 280થી 300 રૂપિયાનો ભાવ બોલાયો છે. અથાણામાં ઉપયોગ લેવાતી ધાણી ગત વર્ષે પ્રતિ કિલો 100થી 110 ભાવે વેચાતી હતી તે આ વર્ષે 160 સુધી પહોચી ગઈ છે. જયારે રાઈ પણ દેશી તડકામાં ઉણપ વર્તાવી રહી છે. ગત વર્ષે રાજીનો ભાવ 80 થી 90 હતો તે ભાવ આ વર્ષે 100થી 110 થઇ ગયો છે. અન્ય રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની અસર થતા ગુજરાતમાં પણ માવઠાના મારનાં કારણે મસાલાની જણસીમાં ઓટ આવતા ભાવ વધારો થયો હોવાથી ખરીદદારીમાં પણ ઓટ આવી છે.